Latest News

બીજી ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાના 13 ખેલાડીની જાહેરાત, અશ્વિન- રોહિત શર્મા નહી રમે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે બીજી ટેસ્ટ મેચ પર્થમાં રમાશે. ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચ માટે ટીમના 13 સભ્યોની જાહેરાત કરી છે. બીજી ટેસ્ટ મેચમાં આર.અશ્વિન અને રોહિત શર્મા નહી રમે. આ બન્ને ખેલાડી ઇજાગ્રસ્ત છે. બીજી ટેસ્ટ મેચમાં ભૂવનેશ્વર કુમાર, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા અને ઉમેશ યાદવમાંથી કોઇ 2 ખેલાડી રમી શકે છે.

વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ

To Top