Latest News

ભારતે ત્રીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું, 2-1થી શ્રેણી જીતી

ભારતે મહેન્દ્રસિંહ ધોનીના અણનમ 87 રનની મદદથી ઓસ્ટ્રેલિયાને ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં 7 વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને ભારતે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 230 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જવાબમાં ભારતીય ટીમે 4 બોલ બાકી રહેતા 3 વિકેટ ગુમાવી મેચને 7 વિકેટે જીતી લીધી હતી. આ સાથે જ ત્રણ મેચની વન ડે સિરીઝ પણ ભારતે 2-1થી જીતી લીધી છે.

ભારતનો 7 વિકેટે વિજય

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા પીટર હેન્ડ્સકોમ્બના 58, શોન માર્શના 39, ઉસ્માન ખ્વાજાના 34, ગ્લેન મેક્સવેલના 26, એરોન ફિન્ચના 14, એલેક્સ કેરીએ 5, માર્કસ સ્ટોઇનિસ 10, જે રિચર્ડસન 16 રનની મદદથી 230 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી. આ તેની વન ડે કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. ભૂવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીએ પણ 2-2 વિકેટ ઝડપી હતી.

ધોનીની આક્રમક રમત

ઓસ્ટ્રેલિયાના પડકારનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. રોહિત શર્મા માત્ર 9 રન બનાવી 15 રનના સ્કોર પર આઉટ થયો હતો. રોહિત શર્મા બાદ શિખર ધવન પણ 23 રન બનાવી આઉટ થઇ ગયો હતો. વિરાટ કોહલી અને એમએસ ધોનીએ ટીમના સ્કોરને આગળ વધારવાનો પ્રયાસ કર્યો પણ કોહલી 46 રન બનાવી આઉટ થઇ ગયો હતો. તે બાદ એમએસ ધોની અને કેદાર જાધવે ભારતને મેચ જીતાડી હતી. એમએસ ધોનીએ અણનમ 114 બોલમાં 87 રન જ્યારે કેદાર જાધવે 57 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા.

To Top