Latest News

India-A મજબૂત સ્થિતિમાં, ઇંગ્લેન્ડ લાયન્સ સામે પ્રિયાંક પંચાલની બેવડી સદી

ઇન્ડિયા એ અને ઇંગ્લેન્ડ લાયન્સ વચ્ચે અનઓફિશિયલ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. જેમાં ઇંગ્લેન્ડ લાયન્સે બીજી ઇનિંગ્સમાં ત્રીજા દિવસના અંતે વિના વિકેટે 20 રન બનાવી લીધા છે. તે હજુ પણ 180 રન પાછળ છે. આ પહેલા ઇંગ્લેન્ડ લાયન્સે પ્રથમ ઇનિંગ્સમાં 340 રન બનાવ્યા હતા. જવાબમાં ઇન્ડિયા-એએ 6 વિકેટ ગુમાવી 540 રન બનાવી ઇનિંગ્સ ડિકલેર કરી હતી.

પ્રિયાંક પંચાલની બેવડી સદી

ઇન્ડિયા એ તરફથી અમદાવાદના પ્રિયાંક પંચાલે આક્રમક રમત રમતા બેવડી સદી ફટકારી હતી. પ્રિયાંક પંચાલે 313 બોલનો સામનો કરતા 26 ફોર અને 3 સિક્સરની મદદથી 206 રન બનાવ્યા હતા. જ્યારે લોકેશ રાહુલે પણ ફોર્મ બતાવતા 89 રન બનાવ્યા હતા.વિકેટકીપર બેટ્સમેન શ્રીકર ભરતે પણ આક્રમક રમત રમતા 139 બોલમાં 11 ફોર અને 8 સિક્સર સાથે 142 રન બનાવ્યા હતા.

To Top