Latest News

ઇંગ્લેન્ડ-આફ્રિકા નથી જીતી શક્યા વર્લ્ડકપ, Video દ્વારા ઉડાવાઇ મજાક

વર્લ્ડકપ 2019નો 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પ્રારંભ થઇ રહ્યો છે. વર્લ્ડકપ પહેલા સ્ટાર સ્પોર્ટ્સનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વર્લ્ડકપને લઇને બનાવવામાં આવેલા આ વીડિયોમાં યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની મજાક ઉડાવવામાં આવી છે. ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા ક્યારેય ક્રિકેટનો વર્લ્ડકપ જીતી શક્યા નથી. ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા ચાનો કપ લેવા જાય છે ત્યારે ભારત,ઓસ્ટ્રેલિયા સહિતના લોકો તેને ઉઠાવી લે છે અને આ બન્ને દેશની મજાક ઉડાવે છે.45 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

 

To Top