Off The Field

WCમાં જોવા મળશે વિશ્વના સૌથી મોંઘા 12 અમ્પાયર, જાણો કેટલો છે પગાર

ક્રિકેટમાં અમ્પાયરની ભૂમિકા મહત્વની ગણાય છે, તેમની એક ભૂલ જીત અને હારનો નિર્ણય કરે છે. એવામાં ICC અમ્પાયરની પસંદગી કરતા સમયે સાવધાની રાખે છે. ક્રિકેટ વર્લ્ડકપ 2019ને શરૂ થવામાં હવે ગણતરીનો સમય બાકી છે, એવામાં જાણવુ જરૂરી છે કે અમ્પાયરિંગ કરનારા અમ્પાયર કોણ-કોણ છે અને તેમને કેટલો પગાર મળે છે.

ભારતના એક અમ્પાયરનો પણ સમાવેશ

ICC વર્લ્ડકપ 2019 માટે અમ્પાયરોની પેનલમાં ભારતના એક જ અમ્પાયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટેસ્ટ, વન ડે અને ટી-20 મેચના અમ્પાયર્સ માટે આઇસીસીએ એક રકમ નક્કી કરી છે. આ રકમ તમામ અમ્પાયરને આપવામાં આવે છે. આ સિવાય અમ્પાયર્સના અનુભવ અને પ્રદર્શનના આધાર પર તેમની સેલેરી નક્કી થાય છે.જોકે, 2019ના વર્લ્ડકપ પહેલા કોઇ પણ અણ્પાયરની સેલેરી આઇસીસીએ જાહેર કરી નથી.

અલીમ દાર

પાકિસ્તાન માટે 17 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનારા અલીમ દાર ક્રિકેટ જગતના સૌથી મોટા અમ્પાયર ગણાય છે. અલીમ દારે 31 વર્ષની ઉંમરમાં વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અમ્પાયરના રૂપમાં ડેબ્યૂ કર્યુ હતું. તે વર્લ્ડકપ 2003,2007 અને 2011 સહિત કેટલીક મોટી ટૂર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરી ચુક્યા છે. પાકિસ્તાનથી આવનારા તે પ્રથમ અમ્પાયર છે જેમણે એમિરેટ્સ એલીટ અમ્પાયરોની પેનલમાં રાખવામાં આવ્યા છે. અલીમ દારને 2009 અને 2010માં સતત 2 વખત અમ્પાયર ઓફ ધ યરનો ખિતાબ મળી ચુક્યો છે.

કેટલીક સ્પોર્ટ્સ વેબસાઇટ અનુસાર તેમણે ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ માટે 3000 ડોલર રૂપિયા (2,10,874 રૂપિયા), ટી-20 મેચમાં અમ્પાયરિંગ માટે 1000 ડોલર (70,291 રૂપિયા), વન ડે મેચમાં અમ્પાયરિંગ માટે 2200 ડોલર રૂપિયા (1,54,641 રૂપિયા) આપવામાં આવે છે. આ સિવાય તેમણે વાર્ષિક 45000 ડોલર રૂપિયા (31,63,117 રૂપિયા) પગારના રૂપમાં મળે છે.

નાઇજેલ લોન્ગ

 

વિશ્વના સૌથી મોંઘા અને શાનદાર અમ્પાયરિંગ કરનારા લોકોમાં નાઇજેલ લોન્ગનું નામ બીજા નંબરે આવે છે. લોન્ગને ટેસ્ટ માટે 3000 ડોલર (2,10,874 રૂપિયા), ટી-20 મેચ માટે 1000 ડોલર (70,291 રૂપિયા) અને વન ડે મેચમાં અમ્પાયરિંગ માટે 2200 ડોલર (1,54,641 રૂપિયા) મળે છે.

આ સિવાય તેમને વાર્ષિક 45000 ડોલર (31,63,117 રૂપિયા) પગારના રૂપમાં મળે છે. નાઇજેલ લોન્ગે 2002માં અમ્પાયરિંગની દુનિયામાં પગ મુક્યો હતો, તેમણે 2006માં આઇસીસીએ અમ્પાયરોની એલીટ પેનલમાં સામેલ થવાની તક આપી હતી, તેમણે 2011ના વર્લ્ડકપમાં પણ અમ્પાયરિંગ કરી છે.

પોલ રીફેલ

પોલ રીફેલ 1999માં ક્રિકેટ વર્લ્ડકપ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતા, તેમણે 2004/05માં અમ્પાયરિંગની શરૂઆત કરી હતી. 2005/06 સિઝનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા નેશનલ અમ્પાયર પેનલમાં સામેલ કરવામાં આવ્યા, તે બાદ ફેબ્રુઆરી 2009માં વન ડે ઇન્ટરનેશનલમાં અમ્પાયરિંગની શરૂઆત કરી હતી.

ક્રિસ ગફાને

ક્રિસ ગફાનેનું નામ વિશ્વના શાનદાર ક્રિકેટ અમ્પાયરમાં લેવામાં આવે છે. ક્રિકેટર તરીકે શરૂઆત કરી હતી અને 83 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. 113 લિસ્ટ એ અને ઓટાગો માટે 8 ટી-20 મેચ પણ રમી. તે બાદ 2010માં તેમણે પોતાના આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગ કરિયરની શરૂઆત કરી હતી. ICC ક્રિકેટ વર્લ્ડકપ 2015માં પણ તેમનું નામ સામેલ હતું.

ઇયાન ગૂલ્ડ

ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને અમ્પાયર ઇયાન ગૂલ્ડે ICC CWC 1983માં એક વિકેટકીપર તરીકે રમ્યા હતા. આ ટૂર્નામેન્ટ તેમના જીવનની અંતિમ ટૂર્નામેન્ટ હતી. જેમાં તેમણે 12 ક્રિકેટરોને આઉટ કર્યા હતા. તેમણે સુનીલ ગાવસ્કર, જાવેદ મિયાંદાદ અને રંજન મદુગલેને પણ આઉટ કર્યા હતા. તે બાદ ICC વર્લ્ડકપ 2007ની 3 મેચમાં અમ્પાયરિંગ કરી અને ICC CWC 2011 ફાઇનલમાં ટીવી અમ્પાયર હતા. ઇયાન ગૂલ્ડ એક સારા ફૂટબોલર પણ રહી ચુક્યા છે, તે સ્લૂ ટાઉન અને આર્સેનલ માટે ગોલકીપરના રૂપમાં ફૂટબોલ રમ્યા હતા.

 

કુમાર ધર્મસેના

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને આઇસીસીની એલિટ પેનલમાં સામેલ કુમાર ધર્મસેનાએ અમ્પાયરિંગની શરૂઆત 2009માં કરી હતી. ધર્મસેના સૌથી અમીર અમ્પાયરમાં પણ સામેલ છે, તેમણે આઇસીસી તરફથી વાર્ષિક 24 લાખ 60 હજાર રૂપિયા પગાર તરીકે મળે છે.

રિચર્ડ ઇલિંગવર્થ

વોસ્ટરશાયર,ડર્બીશાયર અને નેટાલ માટે ઘરેલુ ક્રિકેટ રમનારા રિચર્ડ ઇલિંગવર્થને 2006માં ઇસીબી (ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ) અમ્પાયરની યાદીમાં સામેલ કર્યા હતા. તે બાદ નવેમ્બર 2009માં તેમણે પ્રમોશન મળ્યુ અને તે આઇસીસીની આંતરરાષ્ટ્રીય પેનલમાં સામેલ થયા હતા.2013માં તેમણે આઇસીસીની એલીટ પેનલમાં જગ્યા મળી હતી. આઇસીસી 2019 વર્લ્ડકપના 12 અમ્પાયરમાં તેમનું નામ પણ સામેલ છે. આઇસીસી તરફથી વાર્ષિક 24 લાખ 60 હજાર રૂપિયા પગાર તરીકે મળે છે.

રિચર્ડ કેટલબરો

રિચર્ડ કેટલબરોએ યોર્કશાયર અને મિડલસેક્સ માટે 33 ક્રિકેટ મેચ રમી છે, તેમણે 7 અડધી સદી અને 1 સદી ફટકારી છે પરંતુ પોતાની આ ઇનિંગ્સને તે આગળ વધારી ના શક્યા અને અમ્પાયરિંગમાં જવાનું મન બનાવ્યુ હતું. ઇસીબી (ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ) તેમણે 2006માં અમ્પાયરની યાદીમાં સામેલ કર્યા. તે આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2011માં અમ્પાયરિંગ કરી ચુક્યા છે. મે 2011માં તેમણે અમ્પાયર્સની એલીટ પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. કેટલબરોને વાર્ષિક 24 લાખ 60 હજાર પગાર મળે છે.

બ્રૂસ ઓક્સેનફોર્ડ

મે 1960માં જન્મેલા ઓસ્ટ્રેલિયન અમ્પાયર બ્રૂસ ઓક્સેનફોર્ડ વિશ્વના સૌથી મોંઘા અમ્પાયરમાં સામેલ છે, બ્રૂસ ઓક્સેનફોર્ડે 1991-1993 સુધી 8 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી છે. તે બાદ નવેમ્બર 2011માં અમ્પાયરિંગની શરૂઆત કરી હતી. આઇસીસી અમ્પાયર્સની એલીટ પેનલમાં સામેલ બ્રૂસને આઇસીસી તરફથી વાર્ષિક 24 લાખ 60 હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે.

રોડ ટકર

 

રોડ ટકર વિશ્વના સારા અમ્પાયરમાંથી એક છે, ન્યૂ સાઉથ વેલ્સ અને તસ્માનિયા માટે ઘરેલુ ક્રિકેટ પણ રમી ચુક્યા છે. ક્રિકેટ કરિયર પૂર્ણ થયા બાદ અમ્પાયરિંગ કરવાનું મન બનાવ્યુ હતુ અને 2010માં અમ્પાયરોની આઇસીસી એમિરેટ્સ ઇન્ટરનેશનલ પેનલમાં સામેલ થયા હતા, તેમણે 2009માં ઓસ્ટ્રેલિયામાં ટી-20 અને વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અમ્પાયર તરીકે કરિયર શરૂ કરી હતી. ICC વર્લ્ડ ટી-20 2009 અને 2010ની સાથે જ ICC ક્રિકેટ વર્લ્ડકપ 2011માં પણ સારી અમ્પાયરિંગ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

મરાઇસ ઇરાસ્મસ

દક્ષિણ આફ્રિકન અમ્પાયર મરાઇસ ઇરાસ્મસને વિશ્વના સૌથી શાનદાર અમ્પાયર ગણવામાં આવે છે. આ કારણે આઇસીસીએ 2019ના વર્લ્ડકપ માટે તેમની પસંદગી કરી છે. મરાઇસ ઇરાસ્મસે 1988-1996 વચ્ચે 53 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હાથ અજમાવ્યો છે. તે બાદ ઓગસ્ટ 2008માં તેમણે ICCની એલીટ પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. 2010માં તેમની સારી અમ્પાયરિંગને જોતા ICCએ પ્રમોશન પણ આપ્યુ. એક અમ્પાયરના રૂપમાં તેમની T20 ઇન્ટરનેશનલમાં 2006માં ડેબ્યૂ થયુ હતું. મરાઇસ ઇરાસ્મસ ICC વર્લ્ડ ટી-20 2009 અને 2010 સિવાય ICC 2011 વર્લ્ડકપમાં એક અમ્પાયરના રૂપમાં સેવા આપી હતી.

સુંદરમ રવિ

ક્રિકેટ વર્લ્ડકપ 2019ના 12 એલીટ અમ્પાયરમાં સામેલ એક માત્ર ભારતીય અમ્પાયર સુંદરમ રવિનું નામ સામેલ છે. સુંદરમ રવિએ ઓક્ટોબર 2011માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ર

માયેલી ટી-20 ઇન્ટરનેશનલ મેચથી અમ્પાયરિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેમના પ્રદર્શનને જોતા તેમણે જૂન 2015માં એલીટ પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા.

આઇસીસીની એલીટ પેનલનો ભાગ બનનારા તે એસ વેંકટરાઘવન બાદ બીજા ભારતીય છે. સુંદરમ રવિને આઇસીસી તરફથી વાર્ષિક 24 લાખ 60 હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે. આ સિવાય તેમણે આઇસીસી ટેસ્ટ માટે 3000 ડોલર (2,10,874 રૂપિયા), ટી-20 માટે 1000 ડોલર (70,291 રૂપિયા) અને વન ડે ઇન્ટરનેશનલમાં અમ્પાયરિંગ માટે 2200 ડોલર (1,54,641 રૂપિયા) મેચ ફી આપવામાં આવે છે.

To Top
Translate »