Latest News

ICC T20 રેન્કિંગ: કુલદીપ યાદવ બીજા નંબર પર પહોચ્યો, કોહલીને થયુ નુકસાન

ભારતીય બોલર કુલદીપ યાદવ ICC ટી-20 બોલરોની રેન્કિંગમાં બીજા સ્થાન પર પહોચી ગયો છે જ્યારે ભારત 2 પોઇન્ટના નુકસાન છતા ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન બાદ બીજા નંબર પર છે. કુલદીપે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ અંતિમ ટી-20માં 26 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ભારત તે મેચ ચાર રનથી હારી ગયુ હતું.અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર રાશિદ ખાન નંબર વન પર છે.

ટોપ-10માં એક બોલર

કુલદીપ યાદવનો સ્પિન જોડીદાર યુઝવેન્દ્ર ચહલ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ કઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો. હવે તે છઠ્ઠા સ્થાને પડીને 17મા સ્થાને પહોચી ગયો છે જ્યારે ભૂવનેશ્વર કુમાર 18માં સ્થાને પહોચી ગયો છે. બેટ્સમેનના રેન્કિંગમાં ભારતીય વાઇસ કેપ્ટન રોહિત શર્મા ત્રણ પોઇન્ટ આગળ પહોચ્યો છે જ્યારે લોકેશ રાહુલને ત્રણ અંકનું નુકસાન થયુ છે.

રોહિત શર્મા સાતમા નંબરે

બેટ્સમેનોના રેન્કિંગમાં પાકિસ્તાનનો બાબર આઝમ ટોપ પર છે. રોહિત શર્મા સાતમા જ્યારે લોકેશ રાહુલ 10માં અને શિખર ધવન 11માં સ્થાન પર છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ શ્રેણીમાંથી બહાર રહેલા વિરાટ કોહલીને ચાર અંકનું નુકસાન થયુ છે તે ઝિમ્બાબ્વેના હેમિલ્ટન મસાકજા સાથે સંયુક્ત રીતે 19માં સ્થાન પર છે. લેગ સ્પિનર કૃણાલ પંડ્યાને 39 અંકના ફાયદા સાથે કરિયરની સર્વશ્રેષ્ઠ 58મા રેન્કિંગ પર છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન એક અંક સાથે 12માં, રોસ ટેલર સાત અંકના ફાયદા સાથે 51માં અને ટીમ સેફર્ટ 87 અંકની લાંબી છલાંગ લગાવી 83માં સ્થાને પહોચી ગયો છે.

To Top