Latest News

ICC રેન્કિંગઃ વન-ડેમાં કોહલી અને રોહિત શર્માનો જલવો, બોલિંગમાં બુમરાહ ટોપ પર

નવી દિલ્હીઃ આઇસીસી દ્ધારા જાહેર કરવામાં આવેલા વન-ડે રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેનોની યાદીમાં પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે જ્યારે બોલિંગ રેન્કિંગમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટોપ પર રહ્યો છે. કોહલી 899 પોઇન્ટ સાથે ટોપ પર રહ્યો છે જ્યારે રોહિત શર્મા વન-ડે રેન્કિંગ બેટ્સમેનોની યાદીમાં કોહલી બાદ બીજા સ્થાન પર પહોંચી ગયો હતો.

રોહિત સિવાય શિખર ધવન ટોપ 10ની યાદીમાં સામેલ થનાર એક અન્ય ભારતીય ખેલાડી છે. તે આઠમા સ્થાન પર પહોંચ્યો હતો. પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીને આ યાદીમાં 20મો ક્રમ મળ્યો છે.

બોલિંગની યાદીમાં બુમરાહને 841 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન મળ્યું હતું. કુલદીપ યાદવ અને ચહલને ટોપ 10 બોલરોમાં સ્થાન મળ્યું હતું. કુલદીપને ત્રીજા અને ચહલને પાંચમો ક્રમ મળ્યો હતો. અફઘાનિસ્તાનનો બોલર રાશિદ ખાન 353 પોઇન્ટ સાથે હાલમાં ઓલરાઉન્ડરની યાદીમાં ટોચના સ્થાન પર છે. ટીમ રેન્કિંગમાં ભારત 121 પોઇન્ટ સાથે ઇગ્લેન્ડ બાદ બીજા ક્રમ પર છે.

 

To Top