Local Cricket

વર્લ્ડકપ 2019ઃ ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 15 રને હરાવ્યું, સ્ટાર્કે પાંચ વિકેટ ઝડપી

લંડનઃવર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાએ મિશેલ સ્ટાર્કની પાંચ વિકેટની મદદથી વેસ્ટ ઇન્ડિઝને 15 રને હરાવ્યું હતું. 289 રનનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ 50 ઓવરમાં નવ વિકેટના નુકસાન પર 273 રન બનાવી શકી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર લેવિસ 1 રન બનાવીને આઉટ થયો હતો. ગેઇલે પણ આક્રમક રમત રમી હતી. ગેઇલ 21 રન બનાવ્યા હતા. બાદમાં પૂરને 40 અને હેટમેર 21 અને શાઇ હોપે 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે પાંચ, જ્યારે કમિન્સે બે વિકેટ ઝડપી હતી. તે સિવાય ઝમ્પાએ એક વિકેટ ઝડપી હતી.

આ અગાઉ ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી  હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાએ 79 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ બાદમાં સ્મિથ અને નાઇલે સાતમી વિકેટ માટે 102 રનની ભાગીદારી કરી હતી. સ્મિથે 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે સિવાય નાઇલે પણ 60 બોલમાં 92 રનની ઇનિંગ રમી હતી. તે સિવાય એલેક્સ કૈરીએ 45 રનનું યોગદાન આપ્યું હતુ. તે સિવાય કેપ્ટન એરોન ફિંચ (6), ડેવિડ વોર્નર (3), ખ્વાજા (13), મેક્સવેલ (0) અને માર્ક્સ સ્ટોઇનિસે 19 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી થોમસ, શેલ્ડન કોટરેલ, અને રસેલે બે-બે વિકેટ ઝડપી હતી. આ અગાઉ કેપ્ટન વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંન્ને ટીમોની આ બીજી મેચ હતી.

 

To Top
Translate »