Expert Comment

ICCના CEOએ કહ્યું- ભારતીય ટીમ વર્લ્ડકપ 2019ની પ્રબળ દાવેદાર

ICCના CEO ડેવ રિચર્ડસને ભારતને ઇંગ્લેન્ડમાં રમાનારા વન ડે વર્લ્ડકપનો પ્રબળ દાવેદાર ગણાવ્યો છે. ભારતીય ટીમ ચોથી વન ડેમાં ન્યૂઝીલેન્ડ સામે માત્ર 92 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

આ ટીમને પણ વર્લ્ડકપની દાવેદાર ગણાવી

રિચર્ડસને ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સાથે વિરાટ કોહલીની ટીમને પણ ખિતાબની દાવેદાર ગણી છે. રિચર્ડસને આઇસીસી અને કોકા-કોલા વચ્ચે પાંચ વર્ષના કરાર પ્રસંગે કહ્યું, વર્લ્ડકપ 2-19માં 10 ટીમ ભાગ લેશે. ભારત આ સમયે સારૂ રમી રહ્યું છે અને ખિતાબની દાવેદાર છે. ઇંગ્લેન્ડ વન ડેમાં સર્વશ્રેષ્ઠ ટીમ છે જ્યારે દક્ષિણ આફ્રિકા પણ સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. વર્લ્ડકપ કોણ જીતશે આ રીતને ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે.

To Top