cricket

જો વર્લ્ડકપની ફાઇનલમાં વરસાદ પડે તો કોને વિજેતા જાહેર કરવામાં આવે?

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં  વરસાદને કારણે મેચ રદ થઇ રહી હોવાના  કારણે ક્રિકેટ ચાહકોમાં  નિરાશા જોવા મળી રહી છે. આ પ્રકારના હવામાનમાં ઇગ્લેન્ડમાં આ પ્રકારની મહત્વની ટુનામેન્ટ યોજવાને  લઇને આઇસીસીની  ટીકા કરવામાં આવી રહી છે. લીગ મેચોમાં વરસાદથી રદ થયેલી મેચો બાદ બંને ટીમોમાં 1 1 અંક આપી દેવામાં આવ્યો.

સેમીફાઇનલ અને ફાઇનલ મેચમાં ટાઇ પડવાની સ્થિતિમાં સુપર ઓવરથી મેચનું પરિણામ નિકાળવામાં આવશે. મેચોમાં આ નિયમ લાગૂ નથી. પણ  અહી સવાલ એ થઇ રહ્યો છે કે  જો ફાઇનલમાં  વરસાદ પડે તો કઇ ટીમને વિજેતા  જાહેર કરવામાં  આવે છે. વાસ્તવમાં ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો સેમીફાઇનલ અને ફાઇનલ વરસાદને કારણે રદ થઇ જાય છે તો મેચ બીજા દિવસે રમી શકાશે. જો કે લીગ મેચોમાં રિઝર્વ ડે ની વ્યવસ્થા નથી. સેમીફાઇનલ માટે કોઇ પણ પ્રકારનો રિઝર્વ ડે  રાખવામાં આવ્યો નથી. લીગ મેચોમાં જે પણ ટીમ પોઇન્ટ ટેબલ પર ઉપર રહેશે, એને ફાઇનલ માટે ક્વોલિફાઇ માનવામાં આવશે.

વર્લ્ડ કપના ફાઇનલના બંને દિવસે જો વરસાદથી રદ થાય એવી સ્થિતિમાં બંને ટીમો સંયુક્ત વર્લ્ડ કપના વિજેતા જાહેર કરી દેવામાં આવશે. 2002ની ચેમ્પિયન્સ ટ્રૉફીના બંને દિવસે વરસાદના કારણે મેચ રમાઇ શકી નહોતી ત્યારે ભારત અને શ્રીલંકા બંનેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

 

To Top
Translate »