Expert Comment

શું એમએસ ધોનીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે? જાહેરાત બાકી

મહેન્દ્રસિંહ ધોની 2019ના વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ એક પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમ્યો નથી. મહેન્દ્રસિંહ ધોનીની સંન્યાસ લેવાની અટકળો અવાર નવાર થતી રહે છે. ધોની કોરોના મહામારીમાં પોતાના ઘરે સમય પસાર કરી રહ્યો છે. કેટલાક જાણકારોનું કહેવુ છે કે ધોની હવે ક્રિકેટના મેદાનમાં ક્યારેય રમતો જોવા નહી મળે. તો શું ખરેખર એમએસ ધોનીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે? શું બીસીસીઆઇ ભારતને વર્લ્ડકપ જીતાડનારા ખેલાડીને અંતિમ મેચ રમવાની તક આપશે?

મહેન્દ્રસિંહ ધોનીએ 7 જુલાઇએ 39માં જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન સાથી ખેલાડીઓએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ધોનીની સાથે રમેલા ખેલાડીઓએ તેના રિટાયરમેન્ટના કેટલાક સંકેત પણ આપ્યા હતા. ધોનીની સાથે રમેલા કેદાર જાધવે સોશિયલ મીડિયા પોસ્ટમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લખ્યુ હતું કે, “અભી ના જાઓ છોડકર…કે દિલ અભી ભરા નહી.”

જ્યારે ગૌતમ ગંભીરે પણ એક ટોક શોમાં ધોની સાથેના જૂના દિવસોને યાદ કર્યા હતા. ગંભીરે કહ્યું કે જ્યારે અમે રૂમ મેટ હતા ત્યારે અમારો રૂમ નાનો હતો જે બાદ અમે પલંગને બહાર કરી નાખ્યો અને જમીન પર ગાદલા પાથરીને ઉંઘવા લાગ્યા હતા. અમે અને ધોની તેના લાંબા વાળ વિશે જ વાત કરતા હતા. ધોનીએ જ્યારે 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ ત્યારે તેના લાંબા વાળ હતા. ધોનીના વાળની પ્રશંસા દેશમાં જ નહી પણ વિદેશમાં પણ થવા લાગી હતી. ધોનીના વાળની પ્રશંસા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પણ કરી હતી.

મહત્વપૂર્ણ છે કે મહેન્દ્રસિંહ ધોનીએ ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે મળીને ભારતને ન્યૂઝીલેન્ડ સામે મેચને જીતાડવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. જોકે, અંતિમ ઓવરોમાં મહેન્દ્રસિંહ ધોની ગુપ્ટિલના એક સીધા થ્રોને કારણે 50 રન બનાવી રન આઉટ થયો હતો. ક્રિકેટના જાણકાર માનતા હતા કે જો ધોની અંતિમ સમય સુધી ક્રીઝ પર ઉભો રહ્યો હોત તો મેચનું પરિણામ કઇક અલગ જ હોત. ધોનીના રન આઉટ થયા બાદ કરોડો ભારતીયોનું દિલ તૂટી ગયુ હતું. ધોની સહિતના ખેલાડી રડી પડ્યા હતા.

એમએસ ધોનીની ક્રિકેટ કરિયર

મહેન્દ્રસિંહ ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો હાઇસ્કોર 224 રન રહ્યો છે. ધોનીએ 350 વન ડે મેચમાં 10773 રન બનાવ્યા છે જ્યારે 98 ટી-20 મેચમાં 1617 રન બનાવ્યા છે. ધોનીના નામે ટેસ્ટ અને વન ડેમાં 6 અને 10 સદી છે.

To Top
Translate »