Expert Comment

ICCની મહિલા વર્લ્ડ ટી-20 ટીમમાં હરમનપ્રીત કેપ્ટન, ત્રણ ભારતીયનો સમાવેશ

ICCએ વેસ્ટ ઇન્ડીઝમાં ટી-20 વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ પ્રદર્શનના આધારે 12 સભ્યોની વર્લ્ડ ટીમની પસંદગી કરી છે. જેમાં ત્રણ ભારતીય ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. સાથે જ ફાઇનલ હારનારી ઇંગ્લેન્ડની ટીમના પણ ત્રણ ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને આ ટીમની કમાન સોપવામાં આવી છે.ટીમમાં બે અન્ય ભારતીય સ્મૃતિ મંધાના અને પૂનમ યાદવ પણ સામેલ છે. જ્યારે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમમાંથી 2 અને પાકિસ્તાન,ન્યૂઝીલેન્ડ તથા વેસ્ટ ઇન્ડીઝની એક-એક ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશની ખેલાડીનો 12માં ખેલાડી તરીકે સમાવેશ કરાયો છે.

ICCની મહિલા વર્લ્ડ ટી-20 ટીમ: એલિસા હિલી (ઓસ્ટ્રેલિયા), સ્મૃતિ મંધાના (ભારત), એમી જોન્સ (ઇંગ્લેન્ડ, વિકેટકીપર), હરમનપ્રીત કૌર (કેપ્ટન,ભારત), ડેટ્રા ડોટ્ટિન (વેસ્ટ ઇન્ડીઝ), જવેરા ખાન (પાકિસ્તાન), એલિસા પેરી (ઓસ્ટ્રેલિયા), લેગ કેસ્પેરેક (ઇંગ્લેન્ડ), અન્યા શ્રુબસોલ (ઇંગ્લેન્ડ), કસ્ટી ગોર્ડન (ઇંગ્લેન્ડ), પૂનમ યાદવ (ભારત), જહાંઆરા આલમ (બાંગ્લાદેશ

To Top
Translate »