Off The Field

હાર્દિક પંડ્યા સોના-હીરાથી જડેલી પહેરે છે ઘડિયાળ, આ કિંમતમાં આવી જાય Rolls Royce

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા (HardikPandya) ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમેલી 27 બોલમાં 48 રનની ઇનિંગ્સથી ચર્ચામાં છે. હાર્દિક પંડ્યા પોતાની રમત સિવાય મોંઘા શોખને કારણે પણ ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યા(HardikPandya) લક્ઝરી બ્રાન્ડની વસ્તુઓ પહેરે છે. જેને કારણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આ ઘડિયાળની કિંમત 3 કરોડ રૂપિયા છે. આ કિંમતમાં તો એક Rolls-Royce Ghost આવી જાય.

હાર્દિક પંડ્યાને છે મોંઘી વસ્તુ ખરીદવાનો શોખ

હાર્દિક પંડ્યા એક લાખ રૂપિયાની લૂઇ વીટોનની શર્ટ હોય કે પછી 85,000 રૂપિયાના વર્સાચેના સફેદ ચામડાના મેડુસા સ્નીકર્સ, હાર્દિક પંડ્યા પોતાની જોરદાર ડ્રેસિંગથી હંમેશા ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યા અત્યારે પોતાની મોંઘી ઘડિયાળને કારણે ચર્ચામાં છે.

આ વખતે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ ચેમ્પિયન બની હતી. આઇપીએલ ચેમ્પિયન ટ્રોફી સાથે હાર્દિક પંડ્યાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી જેને સૌનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ હતું, જેની કિંમત સાંભળીને બધા ચોકી ગયા હતા.

હાર્દિક પંડ્યા સફેદ સોના અને હીરા સેટ ધરાવતી પાટેક ફિલિપ નોટિલસ બ્રાન્ડની ઘડિયાળ પહેરેલો નજરે પડ્યો હતો. હાર્દિક પંડ્યાએ જે હાથમાં ટ્રોફી ઉઠાવી હતી તે હાથમાં ઘડિયાળ પહેરી હતી, આ ઘડિયાળની કિંમત 3 કરોડ રૂપિયા છે. જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે હાર્દિક પંડ્યાએ મોંઘી ઘડિયાળ પહેરી હોય છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઇ હતી.

To Top
Translate »