Latest News

‘કૉફી વિથ કરન’ વિવાદ બાદ પ્રથમ વખત નજરે પડ્યો હાર્દિક પંડ્યા

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાના મોટા ભાઇ કૃણાલ પંડ્યા સાથે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સસ્પેન્ડ થયા બાદ હાર્દિક પંડ્યા પોતાના ઘરે જ છે. હાર્દિક પંડ્યા કોફી વિથ કરનમાં મહિલા અંગે ટિપ્પણી કરતા બોર્ડે તેને સસ્પેન્ડ કરી દીધો છે.

હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કર્યો

આ પહેલા હાર્દિક પંડ્યાના પિતાએ કહ્યું હતું કે હાર્દિકે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધુ છે. હાર્દિકે પરિવાર સાથે ઉતરાયણ પણ મનાવી નહતી.

ઘરમાં જ ભરાઇ રહે છે હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાના પિતા હિમાશું પંડ્યાએ જણાવ્યુ કે જ્યારથી તે ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યો છે તેને ઘર બહાર પગ પણ મુક્યો નથી. અહી સુધી કે તેને કોઇનો ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધુ છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વન ડે મેચમાં પણ પંડ્યાએ ઘરમાં બેસીને મેચ જોઇ હતી.હાર્દિક પંડ્યાએ ઉતરાયણ પર કોઇ પતંગ પણ ચગાવી નહતી. હિમાંશુ પંડ્યા અનુસાર હાર્દિક પંડ્યાને પતંગ ઉડાવવાનું વધુ પસંદ છે છતાં તે ઘરમાં જ બેસી રહ્યો હતો.

હાર્દિક પંડ્યા હવે આવી વાતો નહી કરે

હિમાંશુ પંડ્યાએ કહ્યું કે હાર્દિકે દાવો કર્યો છે કે તે આગળ ક્યારેય આવી વાતો નહી કરે જેનાથી કોઇને તકલીફ થાય. અમે લોકોએ નિર્ણય કર્યો છે કે આ મામલે હાર્દિક સાથે કોઇ આ મામલે વાતચીત નહી કરે.

To Top