Off The Field

હાર્દિક પંડ્યાએ 22 બોલમાં ફટકાર્યા 45 રન, એક જ ઓવરમાં ફટકારી હતી 3 સિક્સર

ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પાંચમી વન ડે મેચમાં 22 બોલમાં 45 રનની ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેને 5 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડના બોલર ટોડ એસ્ટલની ધોલાઇ કરી હતી. હાર્દિક પંડ્યાની આક્રમક ઇનિંગ્સની મદદથી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 253 રનનો પડકાર મુક્યો હતો. મહત્વપૂર્ણ છે કે ભારતે ન્યૂઝીલેન્ડને પાંચમી વન ડેમાં 35 રને હરાવી શ્રેણી 4-1થી પોતાના નામે કરી લીધી છે.

હાર્દિક પંડ્યાની આક્રમક રમત

હાર્દિક પંડ્યાએ પોતાની નાની અને વિસ્ફોટક ઇનિંગ્સમાં સાબિત કરી દીધુ કે તે કોઇ પણ ક્ષણે મેચનું પરિણામ પલટી શકે છે. હાર્દિક પંડ્યાએ લેગ સ્પિનર ટોડ એસ્ટલની એક ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી. 47મી ઓવરમાં બીજા,ત્રીજા અને ચોથા બોલ પર એક બાદ એક ત્રણ સિક્સર ફટકારી હતી. ભારતના સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરમાં અત્યાર સુધી 69 ઇનિંગ્સમાં 65 સિક્સર ફટકારી છે. (ટેસ્ટમાં 12, વન ડેમાં 36), ટી-20 ઇન્ટરનેશનલમાં 17)

હાર્દિક પંડ્યા આ પહેલા પણ કરી ચુક્યો છે આવુ કારનામુ

To Top