Latest News

હાર્દિક પંડ્યાએ ખુદને રૂમમાં કેદ કર્યો, કોઇનો ફોન પણ નથી રિસીવ કરતો

ભારતીય ઓલ રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરનમાં મહિલાઓ પર અભદ્ર ટીપ્પણી બાદ તેની મુશ્કેલી વધી ગઇ છે.  હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને બીસીસીઆઇએ તપાસ પૂર્ણ થવા સુધી ટીમમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. હાર્દિક પંડ્યાના પિતાએ ખુલાસો કર્યો છે કે તે ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યો તે બાદ ઘરમાંથી બહાર પણ નીકળ્યો નથી અને કોઇના ફોન પણ રિસીવ નથી કરતો.

ઘરમાં જ ભરાઇ રહે છે હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાના પિતા હિમાશું પંડ્યાએ જણાવ્યુ કે જ્યારથી તે ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યો છે તેને ઘર બહાર પગ પણ મુક્યો નથી. અહી સુધી કે તેને કોઇનો ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધુ છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વન ડે મેચમાં પણ પંડ્યાએ ઘરમાં બેસીને મેચ જોઇ હતી.હાર્દિક પંડ્યાએ ઉતરાયણ પર કોઇ પતંગ પણ ચગાવી નહતી. હિમાંશુ પંડ્યા અનુસાર હાર્દિક પંડ્યાને પતંગ ઉડાવવાનું વધુ પસંદ છે છતાં તે ઘરમાં જ બેસી રહ્યો હતો.

હાર્દિક પંડ્યા હવે આવી વાતો નહી કરે

હિમાંશુ પંડ્યાએ કહ્યું કે હાર્દિકે દાવો કર્યો છે કે તે આગળ ક્યારેય આવી વાતો નહી કરે જેનાથી કોઇને તકલીફ થાય. અમે લોકોએ નિર્ણય કર્યો છે કે આ મામલે હાર્દિક સાથે કોઇ આ મામલે વાતચીત નહી કરે.

To Top