Off The Field

હાર્દિક પંડ્યાએ મહિલાઓ પર કરેલી ટિપ્પણી પછી માંગી માફી, BCCIએ મોકલી નોટીસ

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ કરણ જોહરના ટોક શો કોફી વિથ કરનમાં પહોચ્યા હતા. હાર્દિક પંડ્યાએ આ શોમાં મહિલા મિત્રોને નાઇટ ક્લબમાં મળવા અને તેમની સાથે વાતચીત અંગે જણાવ્યું હતું. સાથે જ કેટલીક પર્સનલ ટીપ્પણી પણ કરી હતી. હાર્દિક પંડ્યાની આ વાતથી ફેન્સ નારાજ થઇ ગયા હતા. બીજી તરફ બીસીસીઆઇએ પણ આ બન્ને ક્રિકેટરોને નોટીસ મોકલી હતી.

શું હતો મામલો?

કોફી વિથ કરનમાં હાર્દિક પંડ્યાએ એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે તે પોતાના માતા-પિતા સાથે એક પાર્ટીમાં ગયો હતો, ત્યાં તેને પાર્ટીમાં હાજર યુવતીઓ સાથે હાર્દિકના સીન વિશે પૂછ્યુ, જેની પર હાર્દિકે કેટલીક યુવતીઓ તરફ ઇશારો કર્યો અને કહ્યું, યે વાલી,યે વાલી ઔર યે વાલી.આ શોમાં હાર્દિક પંડ્યાએ મહિલા સાથે ફરવાની પણ વાત કરી હતી. ક્લબમાં મહિલાનું નામ ના પૂછ્યુ તો હાર્દિક પંડ્યાએ જવાબ આપ્યો, ‘મને મહિલાઓને મૂવ કરતા જોવા અને તેમને ઓબ્ઝર્વ કરવાનું પસંદ છે. હું થોડો બ્લેક સાઇડનો છું માટે મારે જોવાની જરૂર છે કે તે કઇ રીતે મૂવ કરી રહી છે.

હાર્દિક પંડ્યાની થઇ ટીકા

હાર્દિક પંડ્યાના આ એટીટ્યૂડની ટીકા થઇ હતી. સોશિયલ મીડિયા પર ફેન્સ ગુસ્સે થયા હતા. કેટલાક યૂઝર્સે તો હાર્દિક પંડ્યાની ટીપ્પણી પર નિરાશા વ્યક્ત કરી હતી અને આ એપીસોડ પ્રસારીત કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તે બાદ હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર માફી માંગી અને કહ્યું કે તે શોના નેચરમાં ડુબી ગયો હતો જેને કારણે આવી વાતો કહી હતી.

To Top