Expert Comment

હરભજન સિંહ IPLમાં જ રમશે બીજી કોઇ લીગમાં નહી લે ભાગ

હરભજન સિંહે (Harbhajan Singh) શુક્રવારે કહ્યું હતું કે, “હું આઇપીએલની આગામી સીઝનમાં ચેન્નાઇ સુપરકિંગ્સ માટે રમીશ, તેમજ ઇંગ્લિશ લીગ ધ હન્ડ્રેડમાંથી પોતાનું નામ વિડ્રો કરીશ.” હરભજનનું નામ ડ્રાફ્ટમાં શામેલ થતા ચર્ચા જાગી હતું કે ઓફ સ્પિનર ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. કારણકે બીસીસીઆઈ એક્ટિવ ક્રિકેટર્સને વિદેશી લીગમાં ભાગ લેવાની પરવાનગી આપતું નથી. હરભજને કહ્યું કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ અને ચેન્નાઇ સુપરકિંગ્સ મારી પ્રાથમિકતા છે. ચેન્નાઇ સાથે મારી અંતિમ બે સીઝન સારી રહી હતી, જ્યાં અમે બે ફાઇનલ્સ રમ્યા હતા. હું તેમની સાથે ત્રીજી સીઝન માટેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.

1 લાખ પાઉન્ડની બેઝ પ્રાઈઝ સાથે હરભજનનું નામ પ્લેયર્સ ડ્રાફ્ટમાં હતું

ગુરુવારે ઇંગ્લિશ લીગ ‘ધ હન્ડ્રેડ’ના પ્લેયર્સ ડ્રાફ્ટમાં હરભજન સિંહ નામ નોંધાવનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર હતો. હરભજને તેની બેઝ પ્રાઈઝ 1 લાખ પાઉન્ડ રાખી હતી. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે જુલાઈમાં શરૂ થવાની છે. ડ્રાફ્ટમાં ઓઇન મોર્ગન, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ક્રિસ ગેલ સહિત 25 વિદેશી ખેલાડીઓએ નામ રજીસ્ટર કરાવ્યા છે. જોકે હરભજન હવે પોતાનું નામ પાછું ખેંચી રહ્યો છે. તે ભારત માટે છેલ્લે 2016ના એશિયા કપમાં રમ્યો હતો. તેણે 1998માં ડેબ્યુ કર્યું હતું અને અત્યાર સુધીમાં 103 ટેસ્ટમાં 417 વિકેટ લીધી છે. તેમજ 236 વનડેમાં 269 વિકેટ ઝડપી છે.

To Top
Translate »