IPL

IPL2019: વોટસનનો પગ લોહીથી લથપથ હતો છતા ફાઇનલમાં 80 રનની ઇનિંગ્સ રમી

IPL2019ના ફાઇનલ મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપરકિંગ્સને રોમાંચક મુકાબલામાં 1 રને હરાવ્યું હતું. આ સાથે જ મુંબઇ ઇન્ડિયન્સ ચોથી વખત ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું છે. મુંબઇ ઇન્ડિયન્સ ભલે મેચ જીત્યુ હોય પણ ચેન્નાઇ સુપરકિંગ્સના શેન વોટસને તમામના દિલ જીતી લીધા હતા. શેન વોટસન એક રન લેવા દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો અને તેના પગમાંથી લોહી નીકળ્યુ હતું છતા તેને 80 રનની ઇનિંગ્સ રમી હતી. હરભજન સિંહે આ વાતનો ખુલાસો કર્યો છે.

શેન વોટસન ઇન્જર્ડ હતો છતા રમી 80 રનની ઇનિંગ્સ

શેન વોટસને ફાઇનલ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ 59 બોલમાં 8 ફોર અને 4 સિક્સરની મદદથી 80 રનની ઇનિંગ્સ રમી હતી. મેચ પૂર્ણ થયા બાદ તેના ઘુંટણમાં 6 ટાંકા લાગ્યા હતા. જેનો ખુલાસો ચેન્નાઇ સુપરકિંગ્સના સ્પિનર હરભજન સિંહે કર્યો છે. ભજ્જીએ ઇંસ્ટાગ્રામ પર શેન વોટસનના ઇજાગ્રસ્ત ઘુંટણની તસવીર શેર કરી છે.
શેન વોટસને સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇંસ્ટાગ્રામ પર લખ્યુ- શું તમને તેમના ઘુંટણ પર લોહી નીકળી રહ્યું છે. મેચ બાદ તેને 6 ટાંકા લાગ્યા હતા. આ ઇજા રન દરમિયાન ડાઇવ કરતા થઇ હતી પરંતુ તેને કોઇ કહ્યાં વગર બેટિંગ ચાલુ રાખી. ભજ્જી દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીર વાયરલ થઇ રહી છે.

To Top
Translate »