Latest News

ઓસ્ટ્રેલિયન ઓલ રાઉન્ડર ગ્લેન મેક્સવેલે કરી સગાઇ, ભારતીય ગર્લફ્રેન્ડને વીંટી પહેરાવી

ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલ રાઉન્ડર ગ્લેન મેક્સવેલે ભારતીય મૂળની ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કરી છે. IPL પહેલા એક મહિના પહેલા મેક્સવેલે પોતાની ગર્લફ્રેન્ડ વિની રમન સાથે સગાઇ કરવાના સમાચાર પોતાના ઇંસ્ટાગ્રામ પર તસવીર શેર કરીને આપ્યા હતા. જણાવી દઈએ કે, વિનીએ જ મેક્સવેલની માનસિક બિમારીના લક્ષણની ઓળખ કરી હતી.

કોણ છે વિની રમન?

ભારતીય મૂળની વિની રમન અવાર નવાર મેક્સવેલ સાથે જોવા મળે છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ એવોર્ડ નાઇટ હતી ત્યારે પણ મેક્સવેલ વિની સાથે જોવા મળ્યો હતો. વિની સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે, તેના ઇંસ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ છે. ખાસ વાત એ છે કે, તેણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર મેક્સવેલ સાથે હજારો તસવીરો અપલોડ કરી છે.

મેક્સવેલ અને વિની ક્યારે લગ્ન કરશે તે હજુ સુધી નક્કી નથી થયુ પરંતુ જલદી બન્ને હમસફર બનવાનો નિર્ણય કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે, IPLમાં તેઓ કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતા દેખાશે. કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે તેને 2020ના ઓક્શનમાં 10.75 કરોડ રૂપિયામાં ખરીદયો છે.

To Top
Translate »