Latest News

હસન અલી પછી હવે મેક્સવેલ પણ કરશે ભારતીય યુવતી સાથે લગ્ન!

પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી (Hasan Ali)એ દુબઇમાં ભારતની સામિયા આરજૂ સાથે નિકાહ કર્યા છે. સામિયા હરિયાણાની રહેનારી છે અને તે ત્રણ વર્ષમાં એર અમીરાતમાં કામ કરી રહી છે. હસન અલી અને સામિયાની મુલાકાત દુબઇમાં થઇ હતી અને બન્નેની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ હતી જે બાદ બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

હસન અલી પછી વધુ એક ક્રિકેટર ભારતનો જમાઇ બની શકે છે. આ ક્રિકેટર ઓસ્ટ્રેલિયાનો ઓલ રાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) છે, જે એક ભારતીય યુવતીના પ્રેમમાં છે.ગ્લેન મેક્સવેલને ભારતીય મૂળની વિની રમન સાથે પ્રેમ થઇ ગયો છે અને બન્ને ઘણા સમયથી રિલેશનશીપમાં છે.ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) અને વિની રમન (Vini Raman)ની તસવીરો સોશિયલ મીડિયા પર અવાર નવાર જોવા મળે છે. ખુદ મેક્સવેલ અને વિની એક બીજાની તસવીરો શેર કરે છે.

કોણ છે વિની રમન?

ભારતીય મૂળની વિની રમન અવાર નવાર મેક્સવેલ (Glenn Maxwell) સાથે જોવા મળે છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ એવોર્ડ નાઇટ હતી ત્યારે પણ મેક્સવેલ વિની સાથે જોવા મળ્યો હતો. વિની સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે, તેના ઇંસ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ છે. ખાસ વાત એ છે કે તેને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર મેક્સવેલ સાથે હજારો તસવીરો અપલોડ કરી છે.

મેક્સવેલ અને વિની ક્યારે લગ્ન કરશે તે હજુ સુધી નક્કી નથી થયુ પરંતુ જલ્ગી બન્ને હમસફર બનવાનો નિર્ણય કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians),કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમી ચુક્યો છે.

To Top
Translate »