Latest News

ગૌતમ ગંભીરે રૂમ પાર્ટનર ધોનીને કર્યો યાદ, કહ્યું- અમે જમીન પર ઉંઘતા હતા

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીર વચ્ચે વૈચારિક મતભેદની વાત સામે આવતી રહે છે પરંતુ આ વખતે જે આવ્યુ તેને ફેન્સના દિલ જીતી લીધા છે. ગંભીરે ધોની સાથે એક જ રૂમમાં વિતાવેલા જૂના દિવસોને યાદ કર્યા છે.

ગંભીરે એક શોમાં કહ્યું, ‘અમે એક મહિનાથી વધુ સમય માટે રૂમ મેટ હતા અને અમે માત્ર વાળ વિશે વાત કરતા હતા કારણ કે ત્યારે તેના લાંબા વાળ હતા. તે કઇ રીતે વાળની સંભાળ રાખતો હતો, આ રીતની વાતો થતી હતી.’

ગંભીરે કહ્યું, ‘અમને જમીન પર ઉંઘવાના દિવસો યાદ છે, કારણ કે રૂમ ઘણો નાનો હતો અને પ્રથમ અઠવાડિયુ અમે વિચારી રહ્યા હતા કે આ રૂમને મોટુ કેવી રીતે બનાવી શકાય, માટે અમે બેડને રૂમની બહાર કરી દીધો અને અમે જમીન પર ગાદલા નાખીને ઉંઘવા લાગ્યા હતા. તે સારા દિવસો હતા કારણ કે અમે બન્ને તે સમયે યુવા હતા.

મહત્વપૂર્ણ છે કે એમએસ ધોનીના લાંબા વાળ દેશમાં જ નહી પણ વિદેશી ફેન્સ વચ્ચે પણ ઘણા જાણીતા હતા. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ પણ તેમાં સામેલ છે. એક વખત તેમણે અહી સુધી કહી દીધુ હતું કે વાળ સારા છે, તેને ક્યારેય ના કપાવતા.

To Top
Translate »