Expert Comment

આ 15 ખેલાડી ભારતને ત્રીજી વખત બનાવશે વર્લ્ડ ચેમ્પિયન, ગંભીરે 2019 wcની પસંદ કરી ટીમ

પૂર્વ ક્રિકેટર અને 2011 વર્લ્ડકપ ટીમના સભ્ય ગૌતમ ગંભીરે આગામી વર્લ્ડકપ માટે પોતાની 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરી છે, જેની શરૂઆત 30 મેથી થશે. ગંભીરે તે ખેલાડીઓના નામ લીધા છે જેમની જગ્યા ભારતીય ટીમમાં સ્થાયી નજરે પડે છે. ગંભીરે 2019ના વર્લ્ડકપ માટે એમએસ ધોની અને દિનેશ કાર્તિકને મજબૂત દાવેદાર ગણાવ્યા છે જ્યારે રિષભ પંતને તક આપવામાં આવી નથી.

અશ્વિનનો પણ કર્યો સમાવેશ

બોલિંગ વિભાગની વાત કરીએ તો ગંભીરે રવિન્દ્ર જાડેજાની જગ્યાએ અશ્વિનને મહત્વ આપ્યુ છે. ગંભીરની ટીમમાં હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગૌતમ ગંભીરની 2019 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, એમએસ ધોની, અંબાતી રાયુડૂ, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી,
આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ

To Top