Latest News

2011 વર્લ્ડકપના હીરો ગંભીરનો ક્રિકેટમાંથી સંન્યાસ, રાજકોટમાં રમ્યો હતો અંતિમ ટેસ્ટ

ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. ગંભીરે ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો સંદેશ દ્વારા પોતાના સંન્યાસની જાહેરાત કરી હતી. ગંભીરે લખ્યુ, ‘જીવનમાં કેટલાક નિર્ણય ભારે મન સાથે લેવા પડે છે, ભારે મનથી હું આ નિર્ણય લઇ રહ્યો છુ, જેને લઇને વિચારથી હું જીવનભર ડરતો રહ્યો’

2 વર્ષ પહેલા અંતિમ મેચ રમ્યો હતો ગંભીર

– 37 વર્ષના ગંભીરે ભારત તરફથી પોતાની અંતિમ ટેસ્ટ 2016માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રાજકોટમાં રમી હતી, તેને આંતરરાષ્ટ્રીય કરિયરમાં 58 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યુ છે અને 41.95ની એવરેજથી 4154 રન બનાવ્યા છે જેમાં 9 સદી સામેલ છે.
– ગંભીરે 147 વન ડે આંતરરાષ્ટ્રીયમાં 39.68ની એવરેજથી 5238 રન બનાવ્યા છે જેમાં 2011 વર્લ્ડકપની ફાઇનલમાં તે 97 રનની યાદગાર ઇનિંગ સામેલ છે. ગંભીરની ઇનિંગની મદદથી જ ભારત બીજી વખત વર્લ્ડકપ જીતી શક્યુ હતું.
– ગંભીરે ટી-20 આંતરરાષ્ટ્રીયની 37 મેચમાં સાત અડધી સદીની મદદથી 932 રન બનાવ્યા છે. ગંભીરે કહ્યું પોતાના દેશ માટે 15 વર્ષથી વધુ સમય સુધી ક્રિકેટ રમ્યા બાદ હું સુંદર રમતને અલવિદા કહેવા માંગુ છું.

To Top
Translate »