Latest News

15 વર્ષ પછી ગાંગુલીનો ખુલાસો- ‘કેપ્ટન્સી છીનવા અને ટીમની બહાર કરવામાં ચેપલ જ નહી, તમામ લોકો સામેલ હતા’

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પોતાની કરિયરના સૌથી મુશ્કેલ સમયને લઇને વાત કરી છે. ગાંગુલી ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે પરંતુ 2005નો વર્ષ તેની માટે નિરાશાજનક રહ્યો હતો. ગાંગુલીની કેપ્ટન્સી છીનવામાં આવી અને તે બાદ તેને ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો. ગાંગુલીએ કહ્યું કે તેણે ટીમમાંથી બહાર કરવામાં માત્ર ગ્રેગ ચેપલ જ નહી પરંતુ પુરી સિસ્ટમ સામેલ હતી. ગાંગુલીનું માનવુ છે કે તેનાથી કેપ્ટન્સી છીનવી નાઇન્સાફી હતી.

બંગાળી ન્યૂઝપેપર સંગબાદ પ્રતિદિનને આપેલા ઇન્ટરવ્યૂમાં ગાંગુલીએ પોતાની કરિયરના સૌથી મુશ્કેલ સમય વિશે વાતચીત કરી હતી. ગાંગુલીએ કહ્યું, ‘તે મારી કરિયરનો સૌથી મોટો ઝટકો હતો. મારી સાથે નાઇન્સાફી થઇ હતી. મને ખબર છે કે તમને હંમેશા ન્યાય નથી મળી શકતો પરંતુ છતા પણ જે કઇ થયુ હતું મારી સાથે તે ના થવુ જોઇતુ હતું. હું ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હતો અને ઝિમ્બાબ્વે સામે જીતીને પરત ફર્યો હતો અને સ્વદેશ પરત ફરતા જ મને કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો. મે 2007 વર્લ્ડકપ ભારત માટે જીતવાનું સ્વપ્ન જોયુ હતું.

2007 વર્લ્ડકપ જીતવુ મારૂ સ્વપ્ન હતું

ગાંગુલીએ આગળ કહ્યું, ‘આ પહેલા અમે ફાઇનલ (2003 વર્લ્ડકપ)માં પહોચ્યા હતા, મારી પાસે આ સપનુ જોવાનું કારણ હતુ. પાંચ વર્ષમાં ટીમે મારી કેપ્ટન્સીમાં સારૂ પ્રદર્શન કર્યુ હતું. તે ઇચ્છે ભારતમાં હોય કે પછી બહાર. તે બાદ તમે અચાનક મને ટીમમાંથી ડ્રોપ કરી દો છો? તમે કહો છો કે હું વન ડે ઇન્ટરનેશનલ ટીમનો ભાગ નથી અને છતા મને ટેસ્ટ ટીમની બહાર કરી દેવામાં આવે છે. ગાંગુલીએ કહ્યું કે મને તેમાં કોઇ શક નથી કે તેની શરૂઆત ગ્રેગ ચેપલના બીસીસીઆઇને મોકલેલા તે ઇ-મેઇલથી થઇ હતી, જેમાં તેમની વિરૂદ્ધ ઘણી વાતો લખવામાં આવી હતી અને જે લીક થઇ ગયો હતો.

શું આવુ થાય છે?

સૌરવ ગાંગુલીએ કહ્યું, હુ માત્ર ગ્રેગ ચેપલનોને તેનો દોષી નહી ઠહેરાવુ, તેમાં કોઇ શક નથી કે તેમણે આ બધુ શરૂ કર્યુ હતું, તેમણે મારી વિરૂદ્ધ બોર્ડને એક ઇ-મેઇલ લખ્યો હતો, જે લીક થઇ ગયો. શઉં આવુ કઇ થાય છે? ક્રિકેટ ટીમ એક પરિવારની જેમ હોય છે. લોકોમાં મતભેદ હોઇ શકે છે, મિસ અન્ડરસ્ટેડિંગ થઇ શકે છે પરંતુ આ બધી વાતચીત સુલજાવી શકાય છે. તમે કોચ છો, જો તમને લાગે છે કે મારે ખાસ રીતે રમવુ જોઇએ તો તમે મને જણાવો? જ્યારે હું ખેલાડી તરીકે ટીમમાં પરત ફર્યો ત્યારે તેમણે મને જણાવ્યુ, તો પહેલા કેમ આવુ ના કરવામાં આવ્યુ?

ટીમમાંથી ડ્રૉપ કરવામાં સૌનો હાથ

ગાંગુલીએ તેની માટે એકલા ચેપલને જવાબદાર નથી ગણાવ્યા, કહ્યું કે એવુ નથી હોઇ શકતુ કે કોઇ સિસ્ટમની મદદ વગર કેપ્ટનને હટાવી દે, તેમણે કહ્યું, બાકી લોકો પણ નિર્દોષ નહતા. એક વિદેશી કોચ, જેની ટીમ સિલેક્શનમાં કોઇ રાય મહત્વ નથી રાખતી, તે ટીમ ઇન્ડિયાના કેપ્ટનને ડ્રોપ નથી કરી શકતો. મને સમજમાં આવી ગયુ હતું કે આ સિસ્ટમના સપોર્ટ વગર નથી હોઇ શકતું. મને ટીમમાંથી બહાર કરવામાં તમામ લોકો સામેલ હતા પરંતુ હું દબાણમાં વિખર્યો નહતો, મારો આત્મવિશઅવાસ ખતમ નથી થયો. 2005માં ટીમમાંથી ડ્રોપ થયા બાદ ગાંગુલીએ 2006માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ સાથે ટીમમાં વાપસી કરી હતી .ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી ગાંગુલીએ રનો સાથે કરી હતી અને આગામી બે વર્ષમાં પોતાની કરિયરની કેટલીક યાદગાર ઇનિંગ્સ રમી હતી.

2008માં ગાંગુલીએ લીધો હતો સંન્યાસ

સૌરવ ગાંગુલીએ 2008માં નાગપુરમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી અને રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. ગાંગુલીએ 311 વન ડે ઇન્ટરનેશનલ મેચમાં 11363 રન અને 113 ટેસ્ટ મેચમાં 7212 રન બનાવ્યા હતા. ગાંગુલીના ખાતામાં 22 વન ડે ઇન્ટરનેશનલ અને 15 ટેસ્ટ સદી સામેલ છે. ગાંગુલીની મહાન કેપ્ટનમાં ગણના થાય છે, કારણ કે તેણે 2000માં થયેલા ફિક્સિંગ કાંડ બાદ ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી હતી અને પોતાની કેપ્ટન્સીમાં ટીમને આગળ વધારી હતી.

To Top
Translate »