Off The Field

ગુજ્જુ ક્રિકેટરની મદદ માટે આગળ આવ્યો ગાંગુલી, કૃણાલ પંડ્યાએ આપ્યો બ્લેન્ક ચેક

ભારતના પૂર્વ ક્રિકેટર જેકબ માર્ટિન એક રોડ અકસ્માત બાદ હોસ્પિટલમાં મોત સામે ઝઝુમી રહ્યો છે. જેકબ માર્ટિનના પરિવાર પાસે સારવાર કરાવવાના પણ પૈસા નહતા. જેકબ માર્ટિનની સારવારનું બિલ આશરે 11 લાખ રૂપિયા આવ્યું હતું. તે બાદ બીસીસીઆઇ અને બીસીએ (બરોડા ક્રિકેટ એસોસિએશન) તેની મદદ માટે આગળ આવ્યું હતું. હવે સૌરવ ગાંગુલી અને કૃણાલ
પંડ્યાએ પણ મદદ માટે હાથ લાંબો કર્યો છે.

કૃણાલ પંડ્યાએ બ્લેન્ક ચેક આપ્યો

હાર્દિક પંડ્યાના ભાઇ કૃણાલ પંડ્યાએ માર્ટિનની મદદ માટે એક બ્લેન્ક ચેક આપી દીધો છે. કૃણાલ પંડ્યાએ આ ચેક બીસીએના સચિવ સંજય પટેલને આપ્યો છે અને કહ્યું કે તે માર્ટિનની મદદ કરવા માંગે છે. કૃણાલ પંડ્યાએ બ્લેન્ક ચેક આપતા કહ્યું કે સર, કૃપયા આ ચેકમાં જેટલા પણ પૈસાની જરૂર હોય ભરી લો, પરંતુ 1 લાખ રૂપિયાથી ઓછુ કઇ નહી.

ગાંગુલીએ પણ કરી મદદ

સૌરવ ગાંગુલીએ લખ્યુ, માર્ટિન અને હું એક સાથે રમી ચુક્યા છીએ. મને યાદ છે કે તે શાંત અને ઇંટ્રોવર્ટ વ્યક્તિ હતો. હું તેના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરૂ છું અને હું તેના પરિવારને એમ જણાવવા માંગુ છું કે તે એકલા નથી.

To Top