Latest News

ભારતના પૂર્વ બોલર પર હોકી સ્ટીકથી કરાયો હુમલો, હોસ્પિટલમાં દાખલ

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અમિત ભંડારી પર દિલ્હગી સીનિયર ટીમના સેન્ટ સ્ટીફન્સ મેદાન પર ચાલી રહેલી પ્રેક્ટિસ મેચ દરમિયાન અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. ભંડારીને માથા અને કાનમાં ઇજા થઇ છે અને તેને સાથી સુખવિંદર સિંહ હોસ્પિટલ લઇ ગયા હતા. હુમલાખોર પોલીસ પહોચ્યા પહેલા જ ફરાર થઇ ગયા હતા.

ક્રિકેટર પર જીવલેણ હુમલો

પોલીસ અધિકારી નુપૂર પ્રસાદે કહ્યું, ‘અમે આ મામલાને જોઇ રહ્યાં છીએ અને પીડિતનું નિવેદન દર્જ કરી કેસ દાખલ કરવામાં આવશે, દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ)ના અધ્યક્ષ રજત શર્માએ કહ્યું કે દોષીઓને છોડવામાં નહી આવે,જ્યાં સુધી મને ખબર છે કે આ એક બહાર કરવામાં આવેલા ખેલાડીનું કામ છે, જેને નેશનલ અંડર-23 ટૂર્નામેન્ટ માટે સંભવિત ખેલાડીઓમાં નહતો રાખવામાં આવ્યો.

હોકી સ્ટીકથી કરાયો હુમલો

દિલ્હીની સીનિયર અને અંડર-23ના મેનેજર શંકર સૈનીએ આ ઘટના અંગે કહ્યું, હું ટેન્ટની અંદર એક સાથીને ભોજન કરાવી રહ્યો હતો. ભંડારી અને અન્ય પસંદગીકાર સીનિયર ટીમના કોચ મિથુન મનહાસ સાથે ટ્રાયલ મેચ જોઇ રહ્યાં હતા. બે લોકો આવ્યા અને ભંડારી પાસે ગયા, તેમની ભંડારી સાથે બોલાચાલી થઇ અને તે ત્યાંથી તુરંત ચાલ્યા હતા. હતા. તે બાદ 15 લોકો હોકી સ્ટિક, લોખંડની ડંડી અને સાઇકલ ચેન લઇને આવ્યા હતા. ટ્રાયલમાં ભાગ લઇ રહેલા ખેલાડી અને અમે ભંડારીને બચાવવા દોડ્યા હતા, તેમણે અમને પણ ધમકી આપી અને કહ્યું કે આમા ના પડો નહીતો ગોળી મારી દઇશું. તેમને ભંડારીને હોકી સ્ટિક અને લોખંડની લાકડીથી માર માર્યો હતો. જેને કારણે તેમને માથામાં ઇજા થઇ હતી.

To Top