Latest News

સૌરવ ગાંગુલીના પાંચ એવા નિર્ણય, જેને ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Ganguly) પોતાના 48માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. સૌરવ ગાંગુલીનો જન્મ 8 જુલાઇ, 1972માં કોલકાતામાં થયો હતો. ગાંગુલીએ 1992માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું. 113 ટેસ્ટ અને 311 વન ડે મેચ રમનારા ગાંગુલીએ બન્ને ફોર્મેટમાં 7212 અને 11363 રન બનાવ્યા છે. ગાંગુલીના ખાતામાં 16 ટેસ્ટ સદી અને 22 વન ડે ઇન્ટરનેશનલ સદી છે. ભારતના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ ગાંગુલીએ પોતાની કરિયર દરમિયાન કેટલાક એવા મોટા નિર્ણય લીધા જેને ભારતીય ક્રિકેટને હંમેશા માટે બદલી નાખી હતી.

સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે 2001માં ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સિરીઝમાં હરાવી, 2002માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં લોર્ડ્સના મેદાન પર ઇંગ્લેન્ડને હરાવ્યું, 2003 વર્લ્ડકપની ફાઇનલમાં ભારતને પહોચાડ્યુ અને 2004માં ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ ડ્રો કરાવી હતી. આ સિવાય 2005માં ગાંગુલીની જ કેપ્ટન્સીમાં ભારતે પાકિસ્તાનને તેની ધરતી પર ટેસ્ટ સિરીઝમાં હરાવ્યુ હતુ.

કોલકાતા ટેસ્ટમાં લક્ષ્મણને ત્રીજા નંબર પર મોકલ્યો

2001 કોલકાતા ટેસ્ટ હંમેશા ભારતીય ક્રિકેટની સૌથી મહત્વની ટેસ્ટ મેચમાં ગણાય છે. આ મેચમાં ભારતે ફોલોઓન થયા છતા ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ હતું. પ્રથમ ઇનિંગ્સમાં વીવીએસ લક્ષ્મણ એકમાત્ર એવો બેટ્સમેન હતો જે ઓસ્ટ્રેલિયન બોલરો વિરૂદ્ધ સારી રીતે રમતો હતો. બીજી ઇનિંગ્સમાં સૌરવ ગાંગુલીએ લક્ષ્મણને બેટિંગ ઓર્ડરમાં ત્રીજા નંબર પર રમવા માટે મોકલ્યો હતો.

39 વર્ષનો થયો મહેન્દ્રસિંહ ધોની, કેપ્ટન કૂલ સાથે જોડાયેલી 10 મોટી વાતો

સૌરવ ગાંગુલીનો આ નિર્ણય ઐતિહાસીક સાબિત થયો હતો. લક્ષ્મણે 281 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી અને ભારતે કોલકાતા ટેસ્ટ મેચ પોતાના નામે કરી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાના સતત 16 મેચ જીતવાના ક્રમને ભારતે તોડી નાખ્યો હતો.

સેહવાગ પાસે ઇનિંગ્સની શરૂઆત કરાવી

વિરેન્દ્ર સેહવાગ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો હતો. દક્ષિણ આફ્રિકામાં જ્યારે સેહવાગે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું ત્યારે પણ તે મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે જ ઉતરતો હતો. સેહવાગે નંબર-6 પર બેટિંગ કરતા સદી ફટકારી હતી. સૌરવ ગાંગુલી એ સેહવાગમાં તે પ્રતિભા જોઇ જે કોઇની અંદર જોઇ નહતી. સૌરવ ગાંગુલી એ સેહવાગને ઇનિંગ્સની શરૂઆત કરવા માટે કહ્યું અને આ નિર્ણય ભારતીય ક્રિકેટ માટે ઘણો મહત્વપૂર્ણ સાબિત થયો હતો. સેહવાગના નામે ટેસ્ટ ક્રિકેટમાં ઇનિંગ્સનો પ્રારંભ કરતા બે ત્રેવડી સદી દર્જ છે.

દ્રવિડને વિકેટકીપિંગ માટે મનાવવો

સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાને વિકેટકીપર બેટ્સમેનની કમી નડતી હતી. પરમેનન્ટ વિકેટકીપર બેટ્સમેન ના મળતા સૌરવ ગાંગુલી એ રાહુલ દ્રવિડને તેની માટે મનાવ્યો હતો. દ્રવિડના વિકેટકીપિંગ કરવાથી ટીમમાં બેલેન્સ આવ્યુ હતું. 2002થી 2004 વચ્ચે આ રીતે ટીમ ઇન્ડિયાને એવો વિકેટકીપર મળ્યો જે બેટિંગમાં પણ ટીમ માટે વરદાન જેવો હતો.

ધોનીની ટીમમાં પસંદગી

2004માં સૌરવ ગાંગુલી એ પસંદગીકારોને ધોની પર દાવ લગાવવાની વાત કહી હતી. ટીમ ઇન્ડિયામાં ધોનીની એન્ટ્રીનો મોટો શ્રેય ગાંગુલીને જ જાય છે. તે બાદ તેણે પાકિસ્તાન વિરૂદ્ધ ધોનીને બેટિંગ ઓર્ડરમાં નંબર-3 પર મોકલ્યો હતો. ધોનીએ તે મેચમાં આક્રમક રમત રમી હતી. 2005માં વાઇજૈગ વન ડે ઇન્ટરનેશનલમાં ધોનીએ નંબર ત્રણ પર બેટિંગ કરતા 148 રન ફટકાર્યા હતા.

યુવા ક્રિકેટરોનુ બેક કરવુ

વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઝહિર ખાન અને મહેન્દ્રસિંહ ધોની એવા યુવા ક્રિકેટર્સ હતા, જેમણે ગાંગુલીએ ઘણા બૈક કર્યા હતા. ગાંગુલીએ આ ક્રિકેટરો પર વિશ્વાસ બતાવ્યો અને આ ક્રિકેટરોએ તેમણે પરિણામ આપ્યા હતા. આટલુ જ નહી ગાંગુલીએ યુવા ક્રિકેટરોમાં વિશ્વાસ જગાવ્યો કે અમે ભારત બહાર જઇને પણ જીતી શકીએ છીએ. ગાંગુલીની કેપ્ટન્સીમાં ભારતે 28 ઓવરસીઝ ટેસ્ટ મેચ રમી છે જેમાંથી 11 મેચ જીતી હતી.

To Top
Translate »