Latest News

યુવરાજ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધાય, યુઝવેન્દ્ર ચહલના ટિકટોક વીડિયો પર કરી હતી કમેન્ટ

ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાના યુવા લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલના ટિકટોક વીડિયો પર કમેન્ટ કરતા મુશ્કેલી ઉભી થઈ રહી છે તેવુ લાગી રહ્યું. ચહલના વીડિયો પર ટિપ્પણી કરતી વખતે યુવરાજે જાતિવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતો, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ નારાજગી જોવા મળી હતી. હવે હરિયાણાના હિસાર જિલ્લાના દલિત અધિકાર કાર્યકરતા અને વકીલ રજત કલસને આ પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જોકે આ અઠવાડિયે સોશિયલ મીડિયા પર યુવરાજ સિંહનો થોડા દિવસો પહેલા જૂના વીડિયો પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. ત્યાર બાદ માઈક્રોબ્લોગિંહ વેબસાઈટ ટ્વિટર પર # યુવરાજસિંઘમાફી_ મંગોએ ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. આ વીડિયોમાં યુવી ટીમ ઈન્ડિયાના લિમિટેડ ઓવર્સના વાઇસ કેપ્ટન રોહિત શર્મા સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ કરી રહ્યો હતો. પછી જ્યારે તેમણે ચહલનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમણે જાતિનો શબ્દ વાપર્યો.

લૉકડાઉનની શરૂઆતમાં, યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા વેબસાઇટ ટિકટોક પર તેના પરિવાર સાથે ઘણાં ડાન્સ અને મનોરંજક વીડિયો બનાવતો હતો. યુવરાજે તેના આ વીડિયો પર જાતિવાદી શબ્દનો ઉપયોગ કરીને કમેન્ટ કરી હતી.

રજત કાલ્સને યુવરાજની વિરુધ્ધ આ જ એફઆઈઆર નોંધાવી છે. રજતે યુવરાજ તેમજ રોહિત શર્મા પર પણ આરોપ લગાવ્યો છે કારણ કે યુવરાજ શબ્દનો ઉપયોગ કરતી વખતે તે પણ હસી રહ્યો હતો. રજતે યુવરાજ સિંહની ધરપકડની માંગ કરી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે, જો યુવરાજ આમાં આરોપી હોવાનું માલુમ પડે તો તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

To Top
Translate »