IPL

ફેન્સે માંગી IPL મેચની ટિકિટ તો ઇશાંત શર્માની પત્નીએ ગુસ્સામાં આપ્યો આવો જવાબ

IPLની 12મી સિઝન 23 માર્ચથી શરૂ થઇ રહી છે. આઇપીએલ ક્રિકેટર્સના પરિવારને લઇને મુશ્કેલી લઇને આવે છે. આવુ જ કઇક ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહ સાથે થયુ છે. કોઇ ફેન્સે પ્રતિમાને મેસેજ કરીને તેની પાસે IPL મેચની ટિકિટ માંગી હતી. જેનો જવાબ પ્રતિમાએ આપ્યો હતો.

ફેન્સે માંગી IPL મેચની ટિકિટ

પ્રતિમાસિંહે સ્ક્રીનશોટ પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ મેસેજમાં કોઇ ફેન્સે ઇશાંત શર્માની પત્નીને પૂછ્યુ, ‘મેચની ટિકિટ મળી જશે મેડમ જી’. જવાબ આપતા પ્રતિમાએ લખ્યુ, ‘મળી જશે, પેટીએમ પર’ આ વાતચીતનો સ્ક્રીનશોટ પ્રતિમાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

BCCIએ 17 મેચનો કાર્યક્રમ શેર કર્યો

આવતા મહિને 23 માર્ચથી આઇપીએલનો પ્રારંભ થશે. બીસીસીઆઇએ શરૂઆતની 17 મેચનો કાર્યક્રમ જાહેર કર્યો છે. IPLની પ્રથમ મેચ ચેન્નાઇ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાશે.

To Top