Latest News

વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ ધવન થયો ઇમોશનલ, શેર કર્યો વીડિયો મેસેજ

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવન પોતાની ઇજાને કારણે વર્લ્ડકપ 2019માંથી બહાર થઇ ગયો છે. વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ ધવને ભાવુક મનથી પોતાના ફેન્સનો આભાર માન્યો હતો અને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.

વીડિયોમાં શિખર ધવને કહ્યું, ‘હું આ વીડિયો બનાવીને તમામનો આભાર માનવા માંગુ છું,પ્રેમ અને શુભકામનાઓ માટે જે તમે મોકલી છે. શિખર ધવને કહ્યું, મારો અંગૂઠો જલ્દી બરાબર થઇ જશે. હું વર્લ્ડકપ રમવા માંગતો હતો અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા માંગતો હતો. હવે સમય આવી ગયો છે કે મારે પરત ફરવુ પડશે, જેથી આ ઇજામાંથી બહાર આવી શકુ અને આગામી સિલેક્શન માટે ખુદને તૈયાર કરી શકું. મને પુરો વિશ્વાસ છે કે અમારા ખેલાડી સારૂ પ્રદર્શન કરતા રહેશે, અમારી માટે પ્રાર્થના કરતા રહો અને સમર્થન કરતા રહો. તમારી પ્રાર્થનાઓ અમારી માટે ઘણુ મહત્વ ધરાવે છે, તમારા બધાનો આભાર.

ધવનની જગ્યાએ રિષભ પંતને મળી તક

શિખર ધવનની જગ્યાએ યુવા ખેલાડી રિષભ પંતને વર્લ્ડકપ 2019માં જગ્યા મળી છે. ધવનના હાથના અંગૂઠામાં ઇજા થઇ છે અને તે વર્લ્ડકપમાં રમવાની સ્થિતિમાં નથી. ટીમ મેનેજર સુનીલ સુબ્રમણ્યમે સાઉથમ્પટનમાં બુધવારે જણાવ્યુ કે ધવન વર્લ્ડકપમાં આગળ નહી રમે.

સુનીલે કહ્યું, ધવનના હાથમાં ફ્રેક્ચર છે, કેટલાક વિશેષજ્ઞોની સલાહ માનતા ધવન જુલાઇના મધ્ય સુધી નજરમાં રહેશે, તે આઇસીસી વર્લ્ડકપ 2019ની અન્ય મેચમાં ભાગ નહી લઇ શકે.

ધવનને જ્યારે ઇજા થઇ હતી તેના કેટલાક દિવસ પહેલા યુવા-વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઇંગ્લેન્ડ પહોચી ગયો હતો અને પાકિસ્તાન વિરૂદ્ધ મેનચેસ્ટરમાં રમાયેલી મેચ પહેલા ટીમ સાથે જોડાઇ ગયો હતો.

To Top
Translate »