cricket

DJ બ્રાવોએ MS ધોનીને લઇને આપ્યું ચોંકાવનારું નિવેદન, CSKની સફળતામાં આ બે વ્યક્તિ છે ‘ખાસ’

આ વર્ષે કોરોના ગ્રહણના કારણે IPLની સીઝન મોકૂફ કરી દેવામાં આવી છે. લાખો ભારતીય ફેન્સ આતૂરતાથી IPL ઝડપથી યોજાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. ભારતીય દર્શકો IPLમાં રમતા વિદેશી ક્રિકેટરના પણ ફેન્સ છે. ખાસ કરીને હંમેશા એન્જોય કરવા માટે જાણીતા કેરેબીયન ખેલાડી દર્શકોનું સારું એવું એન્ટરટેન કરતાં હોય છે. આવા જ એક કેરેબિયન ખેલાડી ડ્વેન બ્રાવોએ એક ચોંકાવનારું નિવેદન આપી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને ક્રિકેટના સૌથી મોટા સુપરસ્ટાર કહ્યા છે. તેણે કહ્યું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપરકિંગ્સની સફળતામાં ધોની અને ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટિફન ફ્લેમિંગની મહત્ત્વની ભૂમિકા રહી છે. એમએસ ધોનીની કપ્તાનીમાં CSK 2010, 2011 અને 2018માં ચેમ્પિયન બન્યું હતું. આ દરમિયાન ફ્લેમિંગ હેડ કોચ હતા અને હજી પણ યથાવત છે.

વિન્ડિઝના ઓલરાઉન્ડરે કહ્યું, ‘ ધોની ક્રિકેટમાં ખૂબ મોટો સુપરસ્ટાર છે. તે મેદાનની બહાર પણ લોકો સાથે ખૂબ જ સરળતાથી વાતો કરે છે. તેને વિડીયો ગેમ્સ રમવાનું પસંદ છે. જ્યારે પણ તમે તેમની સાથે વાત કરવા જાઓ છો, ત્યારે તેમના દરવાજા હંમેશા ખુલ્લા મળશે. જ્યારે પણ તમે કોઈ મોટા સુપરસ્ટારની વાત કરો છો, તો ધોની હંમેશા તમારા મગજમાં આવશે. CSK એક ખૂબ જ ખાસ ટીમ છે અને અમારા ખૂબ પ્રામાણિક ચાહકો છે. “

બ્રાવોએ ઝિમ્બાબ્વેના પૂર્વ ફાસ્ટ બોલર પોમી બાંગ્વા સાથે ઇન્સ્ટાગ્રામ પર ચેટ કર્યું હતું. આ દરમિયાન બ્રાવોએ કહ્યું, ‘હું માનું છું કે CSKની સફળતાનો સંપૂર્ણ શ્રેય ધોની અને ફ્લેમિંગને આપવો જોઈએ. ટીમ માલિકોને પણ બંનેમાં પૂરો વિશ્વાસ છે. તેથી જ્યારે પણ ટીમમાં નિર્ણય લેવામાં આવે છે, ત્યારે કોઈ બહારની વ્યક્તિ દખલ કરતી નથી. ધોની અને ફ્લેમિંગ આ ક્ષેત્રના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ છે. બધા ખેલાડીઓ ધોનીને ચાહે છે, કેમ કે તે હંમેશા ડ્રેસિંગ રૂમનું વાતાવરણ જાળવે છે.”બ્રાવોએ 2011થી અત્યાર સુધીમાં CSK માટે 104 મેચમાં 121 વિકેટ લીધી છે. તેણે IPLમાં 2 વાર 2013 અને 2015માં સૌથી વધુ વિકેટ લઈને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી.

To Top
Translate »