Latest News

વેસ્ટ ઇન્ડીઝે જાહેર કરી 10 રિઝર્વ ખેલાડીઓની યાદી, બ્રાવો-પોલાર્ડને મળી જગ્યા

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે આગામી વર્લ્ડકપ માટે રિઝર્વ ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 10 ક્રિકેટરોના નામ સામેલ છે. જેમાં ડ્વેન બ્રાવો અને કિરોન પોલાર્ડનું નામ પણ સામેલ છે. વર્લ્ડકપનો 30 મેથી પ્રારંભ થઇ રહ્યો છે. આ વખતે વર્લ્ડકપ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઇ રહ્યો છે.

સીડબલ્યૂઆઇની સિલેક્શન કમિટીના વચગાળાના ચેરમેન રોબર્ટ હાઇન્સે કહ્યું, ‘જે ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે તે અમારી જરૂરને પુરી કરે છે. જો કોઇ રિપ્લેસમેન્ટની જરૂર પડે છે તો આ ખેલાડીઓને સામેલ કરી ટીમને બેલેસ્ડ બનાવી શકાય છે. જે ખેલાડીઓને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે તે અનુભવી અને મજબૂત ખેલાડી છે. આ સિવાય કેટલાક યુવા ખેલાડી છે. 19-23 મે વચ્ચે સાઉથમ્પટનમાં વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ ટ્રેનિંગ કેમ્પ દ્વારા વર્લ્ડકપની તૈયારી કરશે. 22 મેએ વેસ્ટ ઇન્ડીઝની ટીમ સાઉથમ્પટનમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વોર્મઅપ મેચ રમશે.

વેસ્ટ ઇન્ડીઝના 15 સભ્યોની ટીમની જાહેરાત પહેલા આશા કરવામાં આવી રહી છે કે પોલાર્ડને જગ્યા મળશે પરંતુ આવુ થયુ નહતું.
વેસ્ટ ઇન્ડીઝના 10 રિઝર્વ ખેલાડીઓની યાદી: સુનીલ એમ્બ્રિસ, ડ્વેન બ્રાવો, જોન કેમ્પબેલ, જોનાથન કાર્ટર, રસ્ટન ચેજ, શેન ડોરિચ, કિમો પોલ, કેરી પીયરે, રેમન રીફર, કિરોન પોલાર્ડ

વર્લ્ડકપ માટે વેસ્ટ ઇન્ડીઝની 15 સભ્યોની ટીમ: જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, આંદ્રે રસેલ, શેલ્ડન કોટરેલ, શેનન ગેબ્રિએલ, કેમર રોચ, નિકોલસ પૂરન, એશ્લે નર્સ, ફેબિયન એલેન, શિમરોન હેટમેયર, શાઇ હોપ, ઓશાને થોમસ, કાર્લોસ બ્રેથવેઇટ, ડેરેન બ્રાવો, ઇવિન લુઇસ

To Top
Translate »