Latest News

42 વર્ષની ઉંમરમાં ભારતીય ઓલ રાઉન્ડરે લીધો સંન્યાસ,ગાંગુલીની કેપ્ટન્સીમાં રમી હતી વર્લ્ડકપ ફાઇનલ

પૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ મોંગિયાએ 42 વર્ષની ઉંમરમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ લીધો છે.2003માં સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં વર્લ્ડકપની ફાઇનલ રમનારા મોંગિયાએ મંગળવારે પોતાના સંન્યાસની જાહેરાત કરી હતી.

મોંગિયા 2007માં અંતિમ વખત ક્રિકેટના મેદાનમાં પંજાબ તરફથી રમતા જોવા મળ્યો હતો પરંતુ ઇન્ડિયન ક્રિકેટ લીગમાં રમવાને કારણે બીસીસીઆઇએ તેની પર બેન લગાવી દીધો હતો.

1995-96માં પંજાબની તરફથી ડેબ્યૂ કરનારા મોગિંયાએ 2002માં ગુવાહાટી ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 159 રનની ઇનિંગ્સ રમી પોતાની ટીમમાં દાવેદારી મજબૂત કરી હતી.જોકે, વર્લ્ડકપ બાદ તે કઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો અને બોર્ડ તરફથી બેન બાદ ક્રિકેટથી દૂર થઇ ગયો હતો. મોંગિયાએ પોતાની કરિયરમાં 57 વન ડે અને એક ટી-20 મેચ રમી હતી, જેમાં તેણે કુલ 1268 રન બનાવ્યા હતા.

To Top
Translate »