Expert Comment

ભારતને મળી ગયો બીજો ફિનિશર, વર્લ્ડકપમાં ભજવશે મોટી ભૂમિકા

ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં બીજી વન ડે મેચમાં જીત મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે મહત્વનું નિવેદન આપ્યુ છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે તેને છઠ્ઠા ક્રમે બેટિંગ કરતા મેચ
ફિનિશરની ભૂમિકા સોપી છે. દિનેશ કાર્તિકે ધોની સાથે મળીને પાંચમી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી.

દિનેશ કાર્તિક ફિનિશરની ભૂમિકામાં

33 વર્ષના કાર્તિકને ટીમમાં ફિનિશરની પોતાની ભૂમિકા વિશે પૂછવા પર કહ્યું કે, હું તેનો અભ્યાસ કર્યો છે, તેના પર કામ કરી રહ્યો છું. આ ખૂબ જ જરૂરી સ્કિલ છે. આ એવી સ્કિલ ચે જ્યાં
તમારે મનથી શાંત રહેવાનું હોય છે, અનુભવ તેમાં ખૂબ જ મદદ કરે છે. રમતમાં આ ભાગ્યે જ સૌથી મુશ્કેલ સ્કિલ છે. મેચ ખત્મ કરવા અને વિજેતા ટીમ બાજુ હોવું શાનદાર હોય છે.

To Top
Translate »