Latest News

વિરાટે કાપ્યું રોહિતનું પત્તુ, શું મતભેદના કારણે આવું કર્યું હશે?

વેસ્ટઈન્ડિઝ સામેની ટેસ્ટમાં રોહિત શર્માયા છે પ્લેઈંગ 11થી બહાર

રોહિતના સ્થાન વિહારને મોકો આપવામાં આવ્યો

રોહિતના સારા પ્રદર્શન બાદ સમાવવામાં ના આવતા લોકો આ નિર્ણયથી ખફા

આ બન્ને વચ્ચે વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચથી આપસી મેતભેદ ચાલી રહ્યા છે

વેસ્ટઈન્ડિઝ સામેની ટેસ્ટમાં સ્ટાર બેસ્ટમેન રોહિત શર્મા પ્લેઈંગ 11થી બહાર કરવામાં આવ્યો છે જેને પહેલી જ મેચમાં ડ્રોપ કરતા આ નિર્ણયથી સૌ કોઈ હેરાન થઈ ગયા છે. કોહલીના આ નિર્ણયને લઈને લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે.

વેસ્ટઈન્ડિઝ સામેની ટેસ્ટમાં સ્ટાર બેસ્ટમેન રોહિત શર્મા પ્લેઈંગ 11થી બહાર કરવામાં આવ્યો છે જેને પહેલી જ મેચમાં ડ્રોપ કરતા આ નિર્ણયથી સૌ કોઈ હેરાન છે અને વિરાટના આ નિર્ણયથી શંકા એવી ઉઠી રહી છે કે, શું આ બન્ને વચ્ચે હજું પણ મતભેદો છે ખરા? શું આ મતભેદોના કારણે રોહિત જેવા સ્ટાર ખેલાડીને ટેસ્ટ ટીમમાં જગ્યા નથી આપવામાં આવી. જો કે, રોહિત શર્મા વર્લ્ડકપથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. જે શતક પર શતક લગાવવામાં સફળ રહ્યો હતો તેને જ ડ્રોપ કરવામાં આવ્યો.

જો કે રોહિતે ટેસ્ટ સીરીજમાં શાનદાર 68 રનની ઈનિંગ રમી હતી. રોહિતના આ પ્રદર્શનને તેમજ તેની આગળની મેચના પ્રદર્શનને નજરઅંદાજ કરવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે, વિરાટે પ્લેઈંગ 11માં રોહિતને સમાવેશ વેસ્ટઈન્ડિઝ સામેની પહેલી મેચમાં નથી કર્યો.

કેપ્ટન કોહલીએ રોહિતના સ્થાને હનુમા વિહારીને પ્રાથમિકતા આપી છે. જો કે, બરાબર છે કે, તે યુવા બેસ્ટમેન છે પરંતુ રોહિત જેટલી કાબેલિયત અનુભવ તેની પાસે પણ નથી. ભારતીય કેપ્ટનના આ નિર્ણયથી પ્રશંસકોમાં ઘણી નારાજગી જોવા મળી રહી છે. જો કે, માનવામાં એવું આવી રહ્યું છે કે, આ બન્ને ખેલાડીઓ વચ્ચે વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચથી આપસી મેતભેદ ચાલી રહ્યા છે. જેના કારણે મેચમાં પણ આ કારણે રોહિતને નજર અંદાજ કરવામાં આવી શક્યો હોય તેવી ચર્ચા પ્રશંસકોમાં જોવા મળી રહી છે.

વેસ્ટઈન્ડિઝ સીરીજ રવાના થતા પહેલા વિરાટ કોહલીએ ક્લિયર કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયામાં જો આવું કંઈ હોય તો આપણે નંબર વન ટીમ ના હોત. વિરાટે કોહલીએ પત્રકારોને ડ્રેસીંગ રૂમમાં પણ આવવા માટે કહ્યું હતું. કોહલીના જણાવ્યા અનુસાર રોહિત અને તેની વચ્ચે જો ઝગડો ચાલતો હોત તો ટીમ આટલું સારું પ્રદર્શન ના કરી શકી હોત.

જો કે, વિરાટ આ બાબતે સ્પસ્ટતા ભલે કરી ચુક્યો હોય પરંતુ એવું જરૂરથી માનવામાં આવી રહ્યું છે કે, આ બન્ને વચ્ચે ઘણા સમયથી મતભેદ ચાલી રહ્યો છે. જેમાં રોહિતને દક્ષિણ આફ્રીકા સામે પણ ટેસ્ટમાં સમાવવામાં નહોતો આવ્યો ત્યારથી બન્ને વચ્ચે આ મનભેદ શરૂ થઈ ગયા હતા. જેમાં આ વખતે પણ એ જ પરીણામ જોવા મળી રહ્યું છે. જેમાં રોહિત સારા પ્રદર્શન હોવા છતાંય તેના સ્થાને યુવા ખેલાડીને આ મોકો મળી રહ્યો છે.

To Top
Translate »