IPL

ડી વિલિયર્સે પસંદ કરી ઓલ ટાઇમ IPL XI, ધોનીને સોપી ટીમની કમાન

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાંથી એક ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે આઇપીએલમાં અમે કેટલાક સુપરસ્ટાર ક્રિકેટરોને રમતા જોયા છે પરંતુ તેમાંથી સૌથી વધુ પ્રભાવ દક્ષિણ આફ્રિકાના સુપરસ્ટાર એબીડી વિલિયર્સનો રહ્યો છે તેવો કોઇ ક્રિકેટરનો નથી. 2008થી આઇપીએલ રમાઇ રહી છે અને અત્યાર સુધી ડી વિલિયર્સ બે ટીમો તરફથી રમતો જોવા મળ્યો છે. એક છે દિલ્હી ડેરડેવિલ્સ અને બીજી વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આરસીબી. લોકડાઉનના સમયે ક્રિકેટ એક્સપર્ટ હર્ષા ભોગલે સાથે વાત કરતા એબીડી વિલિયર્સે પોતાની ઓલટાઇમ ફેવરિટ આઇપીએલ ઇલેવનની પસંદગી કરી છે. આ ટીમના કેપ્ટન તેમણે મહાન કેપ્ટનમાંથી એક મહેન્દ્રસિંહ ધોનીને બનાવ્યો છે.

એબીડી વિલિયર્સે આઇપીએલમાં પોતાના મિત્ર અને આરસીબી કેપ્ટન વિરાટ કોહલીને નંબર ત્રણ માટે પસંદ કર્યો છે. મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન અને ટીમને ચાર વખત આઇપીએલનો ખિતાબ જીતાડનારા રોહિત શર્માને વિરેન્દ્ર સેહવાગ સાથે ઓપનિંગની જવાબદારી સોપી છે. આ ટીમમાં એબીડી વિલિયર્સ વિરાટ કોહલી બાદ ચોથા નંબર પર છે. ઇંગ્લેન્ડના નવા કેપ્ટન બનાવવામાં આવેલા બેન સ્ટોક્સને ડી વિલિયર્સે ઓલરાઉન્ડર તરીકે પાંચમા નંબર પર જગ્યા આપી છે.

છઠ્ઠા નંબર પર આશા અનુસાર એમએસ ધોની જ્યારે સ્પિન ઓલરાઉન્ડરના રૂપમાં રવિન્દ્ર જાડેજાને ટીમમાં જગ્યા મળી છે. જો વાત બોલિંગની કરવામાં આવે તો અહી સ્પિન બોલિંગ વિભાગમાં અફઘાનિસ્તાનના સ્ટાર ઓલ રાઉન્ડર રાશિદ ખાન ટીમમાં છે. ફાસ્ટ બોલરોની વાત કરીએ તો તેણે ભૂવનેશ્વર કુમાર, કાગિસો રબાડા અને જસપ્રિત બુમરાહ પર પોતાનો વિશ્વાસ બતાવ્યો છે. એબીડી વિલિયર્સે ફેવરિટ આઇપીએલ ઇલેવનમાં દક્ષિણ આફ્રિકાના માત્ર બે ખેલાડીઓની જ પસંદગી કરી છે.

એબીડી વિલિયર્સની ઓલટાઇમ IPL ઇલેવન: વિરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, વિરાટ કોહલી, એબીડી વિલિયર્સ, બેન સ્ટોક્સ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, રાશિદ ખાન, ભૂવનેશ્વર કુમાર, કાગીસો રબાડા, જસપ્રિત બુમરાહ

To Top
Translate »