cricket

વિરેન્દ્ર સેહવાગે બે ફની વીડિયો શેર કર્યા, હસી હસી થાકી જશો તમે

નિવૃતિ બાદથી ક્રિકેટ જગતમાં મુલ્તાન કે સુલ્તાન તરીકે જાણીતા ભારતીય પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. જ્યારે સેહવાગ મેદાન પર હતા ત્યારે એકદમ શાંત સ્વભાવના હતા પરંતુ નિવૃતી બાદથી તેઓનો ફની અંદાજ સામે આવી રહ્યો છે. કોમેન્ટ્રી હોય કે સોશિયલ મીડિયા હોય બધે જ સેહવાગ હળવાશની પળોમાં નજરે પડી રહ્યાં છે. આવું જ કંઇક ફરી એકવાર સેહવાગે સોશિયલ મીડિયા પર કર્યું છે. સેબવાગે પોતાના ફેન્સ માટે બે ફની વીડિયો શેર કર્યા છે. આ વીડિયો જોઇને લોકો હસી હસીને થાકી ગયા છે. સાથે આ વીડિયો લોકોને વિચારવા પર પણ મજબૂર કરી રહ્યા છે.

વિરેન્દ્ર સહેવાગે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં એક સાધુ મહારાજ ખભા પર ગદા રાખીને સાયકલ ચલાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ સાયકલને ન તો હેન્ડલ છે અને બ્રેક હોવાનો તો કોઈ સવાલ જ નથી થતો. સહેવાગે આ વીડિયો શેર કરી લખ્યું કે,‘રોહતકના હનુમાન ભક્ત, વગર હેન્ડલ અને બ્રેકની સાયકલ ચલાવતા.’ આ સાથે જ સહેવાગે ફેન્સને ચેતવણી પણ આવી કે ‘આવું કરવાની કોશિશ ન કરતા’.

ઇન્ટરનેશનલ યોગા ડેને ધ્યાનમાં રાખીને વિરેન્દ્ર સહેવાગે વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ખૂબ જ મુશ્કેલ એક્સરસાઇઝ કરતા દેખાઈ રહ્યો છે. એ એક્સરસાઇઝ છે ‘સ્કવેટ વોક’. આ એક્સરસાઇઝમાં પગની આંગળીઓ પર બેસ્યા પછી, બંને ઘૂંટણની સાથે મળીને પાછળનો ભાગ થોડો ઉપાડી ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં એક રમુજી સંગીત ચાલી રહ્યું છે. આ વીડિયો પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું કે,‘થોડો સમય લાગશે પરંતુ યોગાથી જ થશે.’ આ સાથે ઇન્ટરનેશનલ યોગા ડેનો હેશટેગ પણ શેર કર્યો.

To Top
Translate »