Latest News

જાડેજા પત્ની સાથે PM મોદીને મળ્યો, કહ્યું- સાહેબને મળીને ગર્વ થયો

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવા સોલંકી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત કરી હતી. રવિન્દ્ર જાડેજા દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલયમાં ગયો હતો જ્યાં તે PM નરેન્દ્ર મોદીને મળ્યો હતો. વડાપ્રધાને જાડેજાની તસવીર ટ્વીટર પર શેર કરી હતી.

જાડેજાએ કહ્યું- સાહેબને મળીને ગર્વ થયો

રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાન મોદીને મળ્યા બાદ તસવીર શેર કરી હતી અને લખ્યુ- મહાન વ્યક્તિને મળીને ગર્વ અનુભવુ છું. આ સિવાય તેને પોતાની પોસ્ટમાં વડાપ્રધાન મોદી માટે સાહેબ શબ્દનો પ્રયોગ કર્યો હતો. જાડેજાએ વડાપ્રધાનનો સમય આપવા માટે આભાર પણ માન્યો હતો.બીજી તરફ વડાપ્રધાને પણ રવિન્દ્ર જાડેજા અને પત્ની રીવાબા સાથેની તસવીર ટ્વીટ કરી હતી. મોદીએ ટ્વીટ કર્યુ, ‘જાણીતા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને તેની પત્ની રીવાબા સાથે શાનદાર વાતચીત થઇ.’

To Top
Translate »