Latest News

CPL2019: એક હાથથી પકડ્યો શાનદાર કેચ, હવે 2 મહિના મફત બીયર પીવા મળશે

કેરેબિયન પ્રીમિયર લીગ (CPL2019)માં એકથી એક રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યાં છે. ગેલ,રસેલ અને પોલાર્ડ જેવા દિગ્ગજ ખેલાડી અને હિટર આ લીગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. આ લીગ પુરી દુનિયામાં પસંદ કરવામાં આવી રહી છે જેને જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સ મેદાનમાં પહોચી રહ્યાં છે.

તાજેતરમાં સેન્ટ કીટ્સ અને નેવિસ પેટ્રિઓટ્સ વચ્ચે એક મેચ રમાઇ હતી. જેમાં મેચ જોવા પહોચેલા એક ફેનનો કેચ વાયરલ થઇ રહ્યો છે. આ કેચ એટલો શાનદાર હતો કે તેને જોઇને દરેક વ્યક્તિ ચોકી ગયુ હતું. આ કેચની ખાસ વાત એ હતી કે આ પ્રશંસકે એક હાથમાં બીયરના 2 ગ્લાસ પકડી રાખ્યા હતા અને એક હાથથી કેચને પકડી લીધો હતો.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે આ પ્રશંસકે શાનદાર બેલેન્સ બતાવતા આ કેચને પકડ્યો હતો અને બીયર નીચે પડવા દીધુ નહતું. હવે સમાચારની માનીએ તો આ કેચનો પ્રશંસકને ઇનામ પણ મળ્યુ છે અને હવે આ ફેન 2 મહિના માટે મફત બીયર પી શકે છે. આ જાહેરાત સીપીએલના માર્કેટિંગ પ્રમુખે કરી છે.

To Top
Translate »