Latest News

ક્રિકેટર મુનાફ પટેલે આપી ધમકી, ફરિયાદ દાખલ કરવામાં આવી

વડોદરામાં ક્રિકેટર મુનાફ પટેલ (Munaf Patel) સામે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. ક્રિકેટ હિત રક્ષક સમિતિના પ્રમુખ દેવેન્દ્ર સુરતીએ મુનાફ પટેલ સામે અરજી કરી છે. મુનાફ પટેલે જીવથી મારી નાખવાની ધકમી આપી હોવાનો અરજીમાં આરોપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)માં ભ્રષ્ટ્રાચારના આરોપ લગાવવામાં આવ્યા છે જેના કારણે વિવાદ સર્જાયો છે. નવા પુરા પોલીસ સ્ટેશનમાં ક્રિકેટર મુનાફ પટેલ સામે જાનથી મારી નાખવાની ધમકી અંગે અરજી આપવામાં આવી છે. અરજીના આધારે નવા પુરા પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે. મુનાફ પટેલ અત્યારે બી.સી.એ.માં કોચ તરીકે કાર્યરત છે. (ફરીદ ખાન, વડોદરા)

ક્રિકેટ હિત રક્ષક સમિતિના પ્રમુખ દેવેન્દ્ર સુરતીએ જણાવ્યું હતું કે, આજે 10થી 10.30 મુનાફ પટેલનો ફોન આવ્યો હતો. અમે બી.સી.એમાં ચાલતા ભ્રષ્ટ્રાચાર અંગેના બેનરો લગાડ્યા હતા. જેના પગલે અમને મારી નાખવાની ધમકી આપી હતી. આવી ધમકી મુનાફે પહેલીવાર નથી આપી તેણે મને ચારથી પાંચ વખત ધમકી આપવામાં આવી છે.
મુનાફે પોતાની કારકિર્દીની શરૂઆત ઘરેલૂ ટીમમાંથી નહોતી કરી તે મુંબઇ તરફથી રમ્યો હતો. મુનાફ શરૂઆતના દિવસોમાં 35 રૂપિયામાં રોજના સિરેમિક ટાઇલ્સની ફેક્ટરીમાં મજૂરી કરતો હતો. જો કે ઇખરમાં હવે તેનું પાક્કુ મકાન છે અને તે રિયલ એસ્ટેટ કંપની વનલીફ ગ્રુપનો કો-ઓનર છે.

પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે પણ મને ધમકી આપી હતી. કારણે મેં બી.સી.એમાં થતા ભ્રષ્ટાચારને દૂર કરવા માટે મેં બીડું ઉપાડ્યું છે. મને ખતમ કરીને આ લોકો લીલાલેર કરે એટલા માટે મને ધમકી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 15 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા બાદ ભારતીય બોલર મુનાફ પટેલે રમતના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. મુનાફે કહ્યું કે તેને કોઇ અફસોસ નથી, કારણ કે તેની સાથે રમનારા તમામ ખેલાડી રિટાયર્ડ થઇ ગયા છે. મુનાફ પટેલ ભારતની 2011 વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ હતો. મુનાફનો જન્મ ગુજરાતના ભરૂચ પાસે આવેલા ઇખરમાં થયો હતો.

To Top
Translate »