Expert Comment

વર્લ્ડકપ પહેલા ક્રિસ ગેલનો દાવો, ‘વિશ્વભરના બોલર મારાથી ડરે છે’

વેસ્ટ ઇન્ડીઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેલે વર્લ્ડકપ પહેલા દાવો કર્યો છે કે વિશ્વભરના બોલર તેનાથી ડરે છે અને કેમેરા સામે કબૂલ નહી કરે.ગેલે કહ્યું કે કેમેરાથી અલગ આ બોલર તેમણે જોઇને કહશે, ‘આ તે જ છે, આ તે જ છે.’ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ વર્ષની શરૂઆતમાં 4 મેચમાં 106ની એવરેજ 424 રન બનાવી ચુકેલો ગેલ પોતાના પાંચમા અને અંતિમ વર્લ્ડકપ રમવા માટે ઇંગ્લેન્ડ પહોચ્યો છે.

ગેલે બોલરોને ડરાવ્યા

ક્રિસ ગેલે કહ્યું, ‘હવે આ પહેલા જેટલુ આસાન નથી જ્યારે હું ચુસ્ત હતો પરંતુ બોલરોને ખબર છે કે યૂનિવર્સલ બોસ શું કરી શકે છે, તેમના મગજમાં એમ હશે કે આ ક્રિકેટનો સૌથી ખતરનાક બેટ્સમેન છે.’ ક્રિસ ગેલને એમ પૂછવામાં આવ્યુ કે શું વિરોધી ટીમ હજુ પણ તેનાથી ડરે છે, તો ગેલે કહ્યું, ‘તમને નથી ખબર, તમે તેમને પૂછો, કેમેરા પર પૂછો, કેમેરા પર તે કહેશે જ નહી, એવુ નથી પરંતુ કેમેરા હટાવવા પર તે કહેશે કે હાં તે મારાથી ડરે છે.’ગેલે કહ્યું, ‘પરંતુ મને તેમાં મજા આવી રહી છે, મને ફાસ્ટ બોલરો સામે હંમેશા મજા આવે છે, તેનાથી સારી બેટિંગ કરવાની પ્રેરણા મળે છે, મને આવા પડકાર પસંદ છે.’વેસ્ટ ઇન્ડીઝ પાકિસ્તાન વિરૂદ્ધ 31 મેએ વર્લ્ડકપ મેચ રમીને ટૂર્નામેન્ટનો પ્રારંભ કરશે.

ક્રિસ ગેલની ક્રિકેટ કરિયર

ક્રિસ ગેલ 103 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે જેમાં 7215 રન બનાવી ચુક્યો છે. ગેલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 333 રન છે. ક્રિસ ગેલ 288 મેચમાં 10151 રન બનાવી ચુક્યો છે, જેમાં 215 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. 58 ટી-20 મેચમાં ગેલ 1627 રન બનાવી ચુક્યો છે. ક્રિસ ગેલ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 125 મેચમાં 4484 રન બનાવી ચુક્યો છે.

To Top