Latest News

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વન ડે ટીમમાં ક્રિસ ગેલનો સમાવેશ

વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને આ વર્ષે વર્લ્ડકપની તૈયારીના ભાગરૂપે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ 2 વન ડે મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ માટે ગેલે પોતાની અંતિમ મેચ ગત વર્ષે જુલાઇમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ રમી હતી.વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ બાદ પાંચ મેચની વન ડે રમાશે. પાંચ વન ડે 20,22,25,27 ફેબ્રુઆરી અને 2 માર્ચે રમાશે.

વેસ્ટ ઇન્ડીઝની વન ડે ટીમ: જેસન હોલ્ડર (કેપ્ટન), ફેબિયલ એલન, દેવેન્દ્ર બીશૂ, ડેરેન બ્રાવો, ક્રિસ ગેલ, શિમરોન હેટમેયર, શાઇ હોપ, ઇવિન લુઇસ, એશલે નર્સ, કિમો પોલ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ, કેમર રોચ, ઓશાને થોમસ

To Top