Latest News

વન ડેમાં રમવા માંગે છે ચેતેશ્વર પૂજારા, ભારત માટે નંબર-4 પર બેટિંગ કરવા તૈયાર

ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ક્રિકેટના સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે જો, તેને વન ડે ક્રિકેટમાં તક મળે છે તો તે નંબર-4 પર ખુદને સાબિત કરી શકે છે. પૂજારાએ કહ્યું કે, ઘરેલુ ક્રિકેટમાં નાના ફોર્મેટમાં તે સતત સારૂ પ્રદર્શન કરતો આવી રહ્યો છે. ટેસ્ટમાં તે સતત શાનદાર પ્રદર્શન કરે છે. જો, પૂજારાને તક મળે છે તો વન ડે ક્રિકેટમાં પણ ખુદને સાબિત કરીને બતાવશે.

ભારતના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ સાથે એમ પણ કહ્યું કે ટીમમાં પસંદગી તેના હાથમાં નથી પરંતુ એક બેટ્સમેન હોવાને કારણે તેની ઇચ્છા ત્રણેય ફોર્મેટમાં રમવાની છે. ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, મારામાં ટીમ ઇન્ડિયાની બ્લૂ જર્સી પહેરવાની ઇચ્છા બાકી છે, હું તેને પહેરવા માંગુ છું.

વર્લ્ડકપમાં પણ ભારતીય ટીમની નંબર ચારની નબળાઇ સામે ઝઝુમતી રહી છે. ભારતે તેનું નુકસાન સેમિ ફાઇનલમાં ઉઠાવવુ પડ્યુ હતું. ટીમમાં નંબર ચારને લઇને લાંબા સમયથી સમસ્યા ચાલી રહી છે.જોકે, વર્લ્ડકપમાં લોકેશ રાહુલ આ સ્થાન પર હતો પરંતુ શિખર ધવન ઇજાગ્રસ્ત થતા ટૂર્નામેન્ટની બહાર થઇ ગયા બાદ તે ઓપનિંગમાં આવ્યો હતો અને આ સ્થાન ખાલી થઇ ગયુ હતું.

લોકેશ રાહુલ બાદ વિજય શંકરે આ જગ્યા ભરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પણ ઇજાગ્રસ્ત થતા તેની જગ્યાએ રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોઇ પણ બેટ્સમેન આ સ્થાનને મજબૂત કરી શક્યો નહતો. કોચ રવિ શાસ્ત્રીએ ટૂર્નામેન્ટ બાદ સ્વીકાર કર્યુ કે ટીમને નંબર ચાર પર મજબૂત બેટ્સમેનની કમી નડી હતી.મહત્વપૂર્ણ છે કે ચેતેશ્વર પૂજારા 5 વન ડે મેચ રમી ચુક્યો છે જેમાં તેને 51 રન બનાવ્યા છે.

ચેતેશ્વર પૂજારાની નજર વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ અને ટેસ્ટ ચેમ્પિયનશીપ પર ટકેલી છે. તે આ પ્રવાસ માટે ઘણી મહેનત કરી રહ્યો છે. ઝડપી અને ઉછાળ ધરાવતી પિચ પર રમવાનો તે પ્રેક્ટિસ કરે છે. પૂજારાએ કહ્યું કે પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવા માટે તમે ત્રણમાંથી બે જીતી જાઓ અને જો એક હારી પણ ગયા તો પણ સિરીઝ તમારા નામે થઇ જશે પરંતુ દરેક મેચના અંક હશે અને ટેસ્ટ ચેમ્પિયનશીપની તેનાથી લોકપ્રિયતા વધશે.

To Top
Translate »