Latest News

ચેતેશ્વર પૂજારા બેવડી સદી ચુક્યો, સિડનીમાં ફેન્સે આપ્યુ સ્ટેન્ડિંગ ઓવેશન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ આ મેચમાં આક્રમક રમત રમી હતી. જોકે, તે બેવડી સદી ફટકારતા ચુકી ગયો હતો. પૂજારા 193 રને આઉટ થયો હતો. પૂજારા આઉટ થયા બાદ સિડનીના ક્રાઉડે તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યુ હતું.

પૂજારાના 193 રન

ચેતેશ્વર પૂજારાએ 373 બોલમાં 193 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેને 22 ફોર ફટકારી હતી. પૂજારા વિદેશમાં પોતાની પ્રથમ બેવડી સદીથી માત્ર 7 રન માટે ચુકી ગયો હતો.પૂજારા નાથન લાયનની ઓવરમાં તેને જ કેચ આપી બેઠો હતો.મહત્વપૂર્ણ છે કે પૂજારા ત્રણ વખત બેવડી સદી ફટકારી ચુક્યો છે. પૂજારાનો ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 206 રન છે જે તેને અમદાવાદમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 2012માં ફટકાર્યા હતા. આ પૂજારાની છઠ્ઠી ટેસ્ટ મેચ જ હતી. પૂજારાએ ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હૈદરાબાદમાં 2013માં 204 રનની ઇનિંગ રમી હતી.જ્યારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તેને રાંચીમાં 2017માં 202 રનની ઇનિંગ રમી હતી.

To Top