Latest News

પૂજારા બેવડી સદી ચુક્યો-પંતની સદી, ભારતે 7 વિકેટે 622 રને ઇનિંગ કરી ડિકલેર

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં મજબૂત પકડ બનાવી લીધી છે. ભારતે સિડની ટેસ્ટમાં બીજા દિવસે 7 વિકેટ ગુમાવી 622 રને ઇનિંગને ડિકલેર કરી હતી. બીજા દિવસના અંત સુધી ઓસ્ટ્રેલિયાએ વિના વિકેટે 24 રન બનાવી લીધા છે. માર્કસ હેરિસ (19) અને ઉસ્માન ખ્વાજા (5) રને રમતમાં છે. ઓસ્ટ્રેલિયા હજુ ભારતથી 598 રન પાછળ છે.

પૂજારા બેવડી સદી ચુક્યો

ભારત તરફથી ચેતેશ્વર પૂજારા 193 રન બનાવી આઉટ થયો હતો. પૂજારા બેવડી સદી ફટકારતા ચુકી ગયો હતો.પૂજારાએ 373 બોલમાં 22 ફોર સાથે 193 રન બનાવ્યા હતા. પૂજારા નાથન લાયનની ઓવરમાં તેને જ કેચ આપી બેઠો હતો. પૂજારા સિવાય રિષભ પંતે આક્રમક રમત રમતા અણનમ 159 રન બનાવ્યા હતા. રિષભ પંતે 189 બોલમાં 15 ફોર અને 1 સિક્સરની મદદથી 159 રન બનાવ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 81 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી વિરાટ કોહલી (23), અજિંક્ય રહાણે (18), હનુમા વિહારી (42), મયંક અગ્રવાલ (77) રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને સૌથી વધુ 4, જોશ હેઝલવુડે 2 અને મિશેલ સ્ટાર્કને 1 સફળતા મળી હતી.

To Top