cricket

ચેન્નાઇ સુપરકિંગ્સે ટીમના ડોકટરને કેમ તાત્કાલિક સસ્પેન્ડ કર્યા ?

રમત જગત અને રાજકારણને કોઇ લેવા દેવા હોતા નથી પરંતુ કોઇ નેતા ખેલ જગત પર અને કોઇ ખેલાડી કે ખેલ જગત સાથે સંકળાયેલા લોકો જ્યારે રાજકારણને લગતી કોમેન્ટ કરે ત્યારે ભારે ચર્ચાનું કારણ બનતા હોય છે. હાલમાં જ બીસીસીઆઇએ પોતાના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સોશિયલ મીડિયા કે મીડિયામાં સ્ટેટમેન્ટ આપતા પહેલા મંજુરી લેવાની રહેશે. જો કે આ વખતે ચેન્નઇ સુપરકિંગ્સના ડોક્ટર મધુ થોત્તાપ્પીલીને વિવાદાસ્પદ ટ્વીટ કરતાં સસ્પેન્ડ કરી દેવાયા છે. CSKએ ટીમના મેડિકલ ડોકટરને મધુ થોત્તાપ્પીલીને સસ્પેન્ડ કર્યા છે. ડોકટર મધુએ પ્રધાનમંત્રી સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ વિરુદ્ધ ટ્વીટ કરી હતી. બુધવારે CSKએ તેમને સસ્પેન્ડ કર્યા હોવાની જાણ કરી હતી.

ડોકટર મધુએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, “હું એ જાણવા ઉત્સુક છું કે શું કોફિન તેની ઉપર ‘PM Cares’ના સ્ટીકર સાથે પાછી આવશે?” મધુએ આ ટ્વીટ પછી ડિલીટ કરી નાખી હતી. તેઓ 2008થી CSK સાથે ટીમ ડોકટર તરીકે જોડાયેલા છે.

ટ્વીટ પર વિવાદ થતા CSKએ એક્શન લેતા ડોકટરને સસ્પેન્ડ કર્યા હતા. CSKએ ટ્વીટ કર્યું કે, ચેન્નાઇ સુપરકિંગ્સને ડોકટર મધુના પર્સનલ ટ્વીટ વિશે જાણકારી નહોતી. તેમને ટીમના ડોકટર પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

To Top
Translate »