IPL

CSK 4 સપ્ટેમ્બરથી પ્રેક્ટિસ શરૂ કરશે, 13 ખેલાડીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ

IPL 2020નો 19 સપ્ટેમ્બરથી યૂએઇ (UAE)માં પ્રારંભ થઇ રહ્યો છે. ગત વખતની રનર્સઅપ ચેન્નાઇ સુપરકિંગ્સ (Chennai Super Kings) 4 સપ્ટેમ્બરથી પ્રેક્ટિસ શરૂ કરશે. મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની આગેવાનીમાં આ ટીમ ચોથી વખત આઇપીએલનો ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે. IPLનો કાર્યક્રમ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

IPL 2020 પહેલા ચેન્નાઇ સુપરકિંગ્સને કેટલાક મોટા ફટકા સહન કરવા પડ્યા છે. ચેન્નાઇ સુપરકિંગ્સના બે ખેલાડી કોરોના પોઝિટિવ થયા હતા. તે બાદ મિસ્ટર આઇપીએલ તરીકે ઓળખાતા સુરેશ રૈના આઇપીએલની આ સિઝનમાં અંગત કારણોસર ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. સુરેશ રૈના અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે ટકરાવના સમાચાર હતા. સુરેશ રૈના પોતાના પરિવાર પર હુમલાને લઇને પણ પરેશાન હતો. જોકે, શ્રીનિવાસને સુરેશ રૈનાના ખસવા પાછળ તેના ઇગોને જવાબદાર ગણાવ્યો હતો.

ટ્રેનિંગ શરૂ થયાના એક દિવસ પહેલા 3 સપ્ટેમ્બરે પણ ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)ના તમામ સભ્યોનો ફરી કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ 4 સપ્ટેમ્બરથી ટ્રેનિંગ શરૂ થશે.

 તમને જણાવી દઇએ કે ચેન્નાઇ સુપરકિંગ્સને છોડીને તમામ ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. CSK હજુ સુધી ટ્રેનિંગ શરૂ કરી શકી નથી જ્યારે તે પણ 21 ઓગસ્ટે દુબઇ પહોચી ગઇ હતી. જોકે, પહેલા ચેન્નાઇના 6 દિવસના ક્વોરન્ટાઇન પીરિયડ ખતમ કર્યા બાદ 28 ઓગસ્ટથી ટ્રેનિંગ શરૂ કરવાની હતી પરંતુ તે પહેલા જ 2 ખેલાડી અને 11 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

To Top
Translate »