Off The Field

ચહલ ટીવી પર ઇન્ટરવ્યૂ આપતા ગભરાયો ધોની, યુઝવેન્દ્રને જોતા જ મેદાન છોડીને ભાગી ગયો

ભારતે ન્યૂઝીલેન્ડને પાંચમી અને અંતિમ વન ડેમાં 35 રને હરાવ્યું હતું. આ સાથે જ ભારતે આ વન ડે સિરીઝ 4-1થી પોતાના નામે કરી હતી. દરેક વખતની જેમ આ વખતે પણ ચહલ પોતાના ટીવી શો પર ખેલાડીઓના ઇન્ટરવ્યૂ લેતો નજરે પડ્યો હતો. આ વખતે ચહલના નિશાના પર પૂર્વ કેપ્ટન એમએસ ધોની હતો પરંતુ માહી બચતો નજરે પડ્યો હતો.

ધોની પાછળ દોડ્યો ચહલ

ધોનીને આ વાતનો અંદાજો પહેલા હતો કે ચહલ તેની પાસે કેમ આવી રહ્યો છે. જેવા જ ધોનીએ ચહલને પોતાની પાસે આવતો જોયો ત્યારે તે દોડીને મેદાન છોડીને ભાગી ગયો હતો.ચહલ પણ ધોની પાછળ દોડ્યો હતો પણ તે હાથમાં આવ્યો નહતો.

 

To Top