IPL

IPLની આ ટીમનો મુખ્ય કોચ બન્યો બ્રેન્ડન મેક્કુલમ

કોલકાતા નાઇટ રાઇડર્સને નવો કોચ મળી ગયો છે. આઇપીએલનો બે વખત ખિતાબ જીતી ચુકેલી આ ટીમના મુખ્ય કોચની કમાન ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ સંભાળશે. કોલકાતા ફ્રેન્ચાઇઝીએ ગુરૂવારે તેમણે મુખ્ય કોચ બનાવવાની જાહેરાત કરી હદતી. મેક્કુલમ કોલકાતા નાઇટ રાઇડર્સનો પાંચમો મુખ્ય કોચ હશે.

37 વર્ષના બ્રેન્ડન મેક્કુલમ આઇપીએલની પ્રથમ સિઝનમાં કોલકાતા તરફથી રમ્યો હતો, તેણે આઇપીએલની પ્રથમ મેચમાં (એપ્રિલ 2008)માં કોલકાતા તરફથી રમતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વિરૂદ્ધ અણનમ 158 રનની ઇનિંગ્સ રમી હતી. મેક્કુલમ આ સિવાય કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)ની ટીમ ત્રિનિબાગો નાઇટ રાઇડર્સ સાથે પણ જોડાઇ ચુક્યો છે. તે 2016થી 2018 દરમિયાન ટીમનો ભાગ હતો.

મેક્કુલમે મુખ્ય કોચ પસંદ થયા બાદ કહ્યું, ‘આ જવાબદારીને નીભાવવી મારી માટે ઘણુ મોટુ સમ્માન છે. નાઇટ રાઇડર્સ અને સીપીએલ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં એક મહાન ટીમોમાં સામેલ છે. કેકેઆર અને ટીકેઆરના રૂપમાં અમારી પાસે એક ઘણી સારી ટીમ છે અને અમે બન્નેને સફળ બનાવવા માંગીએ છીએ.’

કોલકાતા નાઇટ રાઇડર્સના સીઇઓ વેંકી મૈસૂરે કહ્યું, ‘બ્રેન્ડન લાંબા સમયથી નાઇટ રાઇડર્સના પરિવારનો સભ્ય રહી ચુક્યો છે. પોતાની નેતૃત્વ ક્ષમતા,ગુણવત્તા,ઇમાનદારી અને સકારાત્મક વિચારને કારણે તે ટીમનો મુખ્ય કોચ પસંદ થવા યોગ્ય છે.’ઉલ્લેખનીય છે કે જોન બુકાનન, ડેવ વ્હાટમોર, ટ્રેવર બેલિસ,જેક કાલિસ બાદ કોલકાતા નાઇટ રાઇડર્સના કોચ પદની જવાબદારી બ્રેન્ડન મેક્કુલમને મળી છે.

To Top
Translate »